મોદીને અમેરિકી સંસદને સંબોધીત કરવા આમંત્રણ આપવા માંગ

વોશિંગ્ટન તા.24
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્ર્વિક લોકપ્રિયતા સતત વધી રહી છે અને આગામી માસમાં મોદી અમેરિકાની મુલાકાત લેવાના છે તે સમયે તેઓને અમેરિકી સંસદના સંયુક્ત સત્રમાં સંબોધન કરવા માટે આમંત્રીત કરવા રાષ્ટ્રપતિ જો બાઈડન સમક્ષ બે અમેરિકી સાંસદોએ માંગણી કરી છે. અમેરિકી કોંગ્રેસની બેઠકમાં સંસદના અધ્યક્ષ કેવીન મેકાર્થી ને એક પત્ર લખવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મોદીની આગામી મુલાકાત સ્ટેટ ગેસ્ટ તરીકેની હશે અને વાઈટ હાઉસમાં તેમના માટે એક ડીનરનું પણ આયોજન કરાયું છે તે સમયે અમેરિકી સાંસદોએ માંગણી કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચેના અત્યંત નજીકના સંબંધો છે તેથી મોદીને સંસદના બંને સત્રોમાં સંબોધન માટે આમંત્રીત કરવા જોઈએ. આ માટે રાષ્ટ્રપતિ બાઈડનને એક પત્ર લખી રહ્યા છે અને આગામી સમયમાં અમેરિકી સંસદમાં આ અંગે એક ચર્ચા પણ કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ