નવી દિૃલ્હી, તા.૨૫
પનામામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, પનામાના પ્યુર્ટો ઓબાલ્ડિયામાં ૬.૭ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપની ઊંડાઈ પનામા સિટીથી ૧૦ કિમી દૃૂર ૨૬૪ કિમીમાં આવી હતી. આનો જવાબ જાણવા માટે સૌથી પહેલા તમારે પૃથ્વીની રચનાને સમજવી પડશે. આખી પૃથ્વી ૧૨ ટેક્ટોનિક પ્લેટો પર ટકેલી છે. લાવા આ ટેકટોનિક પ્લેટો હેઠળ રહેલો છે. આ લાવા પર આ ૧૨ પ્લેટો તરતી રહી છે. જ્યારે લાવા આ પ્લેટો સાથે અથડાય છે, ત્યારે જે ઊર્જા નીકળે છે તેને ભૂકંપ કહેવામાં આવે છે. એ પણ સમજી શકાય છે કે, પૃથ્વીનું સૌથી બહારનું સ્તર જે ૧૨ પ્લેટોમાં વહેંચાયેલું છે. આ પ્લેટો સતત બદૃલાતી રહે છે. કેટલીકવાર આ પ્લેટો સ્થળાંતર કરતી વખતે એકબીજા સાથે અથડાય છે. જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. જેના કારણે જમીન પણ સરકી જાય છે. કરોડો વર્ષો પહેલા ભારત એશિયાની નજીક નહોતુ. પરંતુ જમીન પર આવતા ભૂકંપના કારણે ભારત દૃર વર્ષે લગભગ ૪૭ મીમી આગળ વધીને મધ્ય એશિયા તરફ આગળ વધી રહૃાું છે. લગભગ સાડા પાંચ કરોડ વર્ષ પહેલાં એક અથડામણ એટલી જબરદૃસ્ત હતી કે આખે આખા હિમાલયની રચના થઈ ગઈ. એક સમયે ભારત એક મોટો ટાપુ હતો. ૬,૦૦૦ કિલોમીટરથી વધુ સમય સુધી દૃરિયામાં તરતો આ ટાપુ યુરેશિયા ટેક્ટોનિક પ્લેટ સાથે અથડાયો અને હિમાલયની રચના થઈ. હિમાલય એ વિશ્ર્વની સૌથી નાના ઉંમરની પર્વતમાળા છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ, ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારોને કારણે હિમાલયના પ્રદૃેશો ભૂકંપ માટે ખૂબ જ સંવેદૃનશીલ બની રહૃાા છે. આ કારણે બંને પ્લેટો સતત એકબીજા પર દૃબાણ કરી રહી છે.