બચેલા વિદૃેશી મુદ્રા ભંડોળથી બાંગ્લાદૃેશ માત્ર પાંચ મહિના સુધી આયાતના બિલોની ચૂકવણી કરી શકે
ઢાકા, તા.૮
પાકિસ્તાન અને શ્રીલંકા પછી ભારતનો વધુ એક પાડોશી દૃેશ હવે ગંભીર આર્થિક સંકટમાં આવી ગયો છે. બાંગ્લાદૃેશ પર વીજળી અને ઉર્જાનું દૃેવું હાલમાં ૨૫૦ કરોડ બિલિયન ડોલરથી વધારે થઈ ગયું છે. દૃેશમાં ૧૦૦ જેટલા પાવર પ્લાન્ટ લગભગ બંધ થઈ ગયા છે અને હજુ વધુ બંધ થવાનો ખતરો ઉભો થયો છે. ગત એક વર્ષમાં બાંગ્લાદૃેશ સતત પોતાના ઉર્જા અને વીજળી બિલોની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહૃાું છે. વીજળી ઉત્પાદૃક અને આપૂર્તિકર્તા બાંગ્લાદૃેશને સતત તેમના ઓપરેશન અને સપ્લાય બંધ કરવાની ચેતવણી આપી રહૃાા છે. પાયરા પાવર પ્લાન્ટ બંધ થવો એ વાતનો પુરાવો છે કે, સરકાર વીજળી અને ઉર્જા મોર્ચા પર સંકટનો સામનો કરી રહી છે. બાંગ્લાદૃેશ ઉપભોક્તા સંઘના ઉર્જા સલાહકાર એસ શમ્સુલ આલમે કહૃાું કે, ’સરકાર ના તો ઉર્જા કરી શકે છે કે ના તો વીજ પ્લાન્ટ્સને ચૂકવણી કરી શકે છે. વીજળી સંકટે ઔદ્યોગિક ગતિવિધીઓને લગભગ ઠપ કરી દૃીધી છે.’ તેમણે કહૃાું કે, સમસ્યા એ છે કે, સરકાર સંકટની ગંભીરતાને પણ નથી સમજતી. બાંગ્લાદૃેશમાં મંગળવારે કુલ ૧૫૪ વીજ પ્લાન્ટ્સમાંથી લગભગ ૬૫ ટકા કે ૧૦૦ વીજ પ્લાન્ટ્સ અલગ-અલગ કારણોથી, મુખ્ય રીતે ઈંધણની અછતના કારણે આંશિક રીતે કે પછી સંપૂર્ણ રીતે બંધ હતા. પાવર ગ્રિડ કંપની ઓફ બાંગ્લાદૃેશ તરફથી જાહેર કરાયેલા આંકડા પરથી જાણવા મળે છે કે, માત્ર ૨૧ વીજ પ્લાન્ટ્સએ મંગળવારે તેમની પૂરી ક્ષમતાનો ઉપયોગ કર્યો. પાકિસ્તાનની જેમ બાંગ્લાદૃેશનો વિદૃેશી મુદ્રા ભંડોળ પણ ઘટતો જઈ રહૃાો છે. આ વર્ષે માર્ચના અંત સુધીમાં બાંગ્લાદૃેશનો વિદૃેશી મુદ્રા ભંડોળ ૩૧.૧૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો, જે ડિસેમ્બર ૨૦૧૬ પછીનો સૌથી ઓછો હતો. બચેલા વિદૃેશી મુદ્રા ભંડોળથી બાંગ્લાદૃેશ માત્ર પાંચ મહિના સુધી આયાતના બિલોની ચૂકવણી કરી શકે છે. ભંડોળને વધારવા માટે સરકારે વિદૃેશોમાં કામ કરતા બાંગ્લાદૃેશીઓને વધુમાં વધુ રૂપિયા દૃેશમાં મોકલવાની અપીલ કરી હતી. જોકે, હજુ સુધી તો બાંગ્લાદૃેશની સ્થિતિ પાકિસ્તાન કરતા તો સારી છે. પાકિસ્તાનના વિદૃેશી મુદ્રા ભંડોળમાં માત્ર ૪.૧૯ અબજ ડોલર જ બચ્યા છે.