કેનેડાની ઘટનાથી ભારતના વિદૃેશમંત્રી જયશંકર ગુસ્સે થયા

કેનેડા માટે આ સારું નથી, આ પ્રકારની ઘટના બંને દૃેશો માટે યોગ્ય ન હોવાનું વિદૃેશ પ્રધાન જયશંકરે કહૃાું

નવી દિૃલ્હી, તા.૮
કેનેડામાં ભારતના પૂર્વ પીએમ દિૃવંગત ઈન્દિૃરા ગાંધીની હત્યાની ઉજવણીના સમાચાર પર વિદૃેશ મંત્રી એસ જયશંકરનું ગુસ્સે થયા હતા અને કહૃાું હતું કે કેનેડા માટે આ સારું નથી. આ પ્રકારની ઘટના બંને દૃેશો માટે યોગ્ય નથી. કોંગ્રેસે પણ આ મુદ્દો વિદૃેશ મંત્રાલય સમક્ષ પણ ઉઠાવ્યો છે.
વિદૃેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આજે કેનેડામાં દૃેશના ભૂતપૂર્વ વડા પ્રધાન દિૃવંગત ઇન્દિૃરા ગાંધીની હત્યાની ઝાંખી કાઢવાના મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહૃાું કે આ મોટો મુદ્દો ભારત વિરોધી પ્રવૃતિ માટે કેનેડાની જમીનનો ઉપયોગ થઈ રહૃાો છે. તેમણે કહૃાું કે ભારતનો વિરોધ કરવા માટે કેનેડાનો ઉપયોગ કરવો ન તો આપણા સંબંધો માટે સારું છે અને ન તો તેમના માટે સારું છે.
તેમણે મોદૃી સરકારના નવ વર્ષ પૂર્ણ થવા પર વિદૃેશ મંત્રાલય દ્વારા એક વિશેષ બ્રીિંફગ બાજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે આમાં એક મોટો મુદ્દો સામેલ છે, સ્પષ્ટ રીતે અમને સમજાતું નથી કે વોટબેંકની રાજનીતિની જરૂરિયાત સિવાય કોઈ આવું કેમ કરી શક્શે. આ પહેલા કોંગ્રેસે વિદૃેશ મંત્રી એસ જયશંકરને બ્રેમ્પટનમાં એક પરેડમાં ભૂતપૂર્વ વડાપ્રધાન દિૃવંગત ઈન્દિૃરા ગાંધીની હત્યાની એક ઝાંખીને લઈને કેનેડિયન સત્તાવાળાઓ પર સખત જવાબ આપવા વિનંતી કરી હતી.
બીજી તરફ ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમરન મેકેએ આ ઘટનાની િંનદૃા કરી છે. તેમણે કહૃાું કે તેઓ તેમના દૃેશમાં બનેલી ઘટનાના અહેવાલોથી હું ચોંકી ગયો છું કે જેમા કેનેડાએ ભારતીય વડા પ્રધાનની હત્યાની ઉજવણી કરી હતી.
મેકેએ એક ટ્વિટમાં કહૃાું કેનેડામાં નફરત અથવા િંહસાના મહિમા માટે કોઈ સ્થાન નથી. હું આવી પ્રવૃત્તિઓની સખત િંનદૃા કરું છું.
પીએમ નરેન્દ્ર મોદૃીની વિદૃેશ નીતિના ૯ વર્ષ પૂર્ણ થવા પર એસ જયશંકરે કહૃાું કે, “વિશ્ર્વ, ખાસ કરીને ગ્લોબલ સાઉથ, ભારતને વિકાસ ભાગીદૃાર તરીકે એક વિશ્ર્વસનીય, અસરકારક વિકાસ ભાગીદૃાર તરીકે જોઈ રહૃાું છે. વિશ્ર્વ હવે ભારતને માત્ર ભાગીદૃાર તરીકે નહીં પરંતુ આર્થિક ભાગીદૃાર તરીકે જોઈ રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ