ભારતીયોને વિઝા આપવા અમેરિકાએ સ્પેશિયલ વિન્ડો ઓપન કરી

હવે વેઈટીંગ ટાઈમમાં મોટો ઘટાડો થશે

અમેરિકાના વિઝાના લાંબા વેઇિંટગ ટાઈમના કારણે ઉચ્ચ સ્તરે ઘણી રજુઆતો કરાઈ : ફ્રેક્ધફર્ટ ખાતે નવી વિન્ડો ઓપન

અમેરિકાના વિઝા મેળવવામાં વેઇિંટગનો સમય એટલો બધો લાંબો છે કે ભારતીયો તેનાથી ત્રાસી ગયા છે. તેના કારણે વિઝાના ટાઈિંમગ વિશે ભારતીયો દ્વારા ઉચ્ચ સ્તરે ઘણી રજુઆતો કરવામાં આવી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ભારતીયોને વિઝા આપવા એક સ્પેશિયલ વિન્ડો ઓપન કરી છે. જોકે, આ સુવિધા ફ્રેક્ધફર્ટમાં જ ખોલવામાં આવી છે.
ભારતથી જે લોકો મ્૧ (બિઝનેસ) અને મ્૨ (ટુરિસ્ટ) વિઝા પર અમેરિકા જવા માંગે છે તેમના ઈન્ટરવ્યૂમાં ઘણો વધારો સમય લાગે છે જેના વિશે ઘણી ફરિયાદૃો થઈ છે. હવે ફ્રેક્ધફર્ટ ખાતે યુએસ કોન્સ્યુલેટે ભારતીય અરજકર્તાઓ માટે ચોક્કસ ઈન્ટરવ્યૂ એપોઈન્ટમેન્ટ નક્કી કરી છે. મ્૧/મ્૨ વિઝાના ઈન્ટરવ્યૂ માટે વેઇિંટગ ટાઈમ એટલો લાંબો છે કે લોકોના બધા પ્લાન ખોરવાઈ જાય છે. હૈદૃરાબાદૃમાં આ વિઝા માટે ઈન્ટરવ્યૂ મેળવવા ૪૪૧ દિૃવસોનું વેઈિંટગ ચાલે છે જ્યારે ચેન્નાઈમાં ૪૮૬ દિૃવસ, નવી દિૃલ્હીમાં ૫૨૬ દિૃવસ, મુંબઈમાં ૫૭૧ દિૃવસ અને કોલકાતામાં ઈન્ટરવ્યૂ માટે ૬૦૭ દિૃવસનું વેઇિંટગ ચાલે છે. તેની તુલનામાં જર્મનીના ફ્રેક્ધફર્ટથી વિઝા ઈન્ટરવ્યૂ બૂક કરવામાં આવે તો માત્ર ત્રણ દિૃવસમાં વારો આવી જાય છે.
યુએસ વિઝાની માંગ એટલી વધારે છે કે એક વિશાળ બેકલોક પેદૃા થયો છે. તેના કારણે ભારતીયોને ભારત બહારથી પણ વિઝા ઈન્ટરવ્યૂ આપવાની સુવિધા આપવામા આવી છે. ઉદૃાહરણ તરીકે ભારતીયો થાઈલેન્ડની રાજધાની બેંગકોકથી પણ ઈન્ટરવ્યૂ આપી શકે છે. ગયા વર્ષે યુએસ વિઝા માટે ઈન્ટરવ્યૂનો વેઈિંટગ ટાઈમ ત્રણ વર્ષની ટોચ પર પહોંચી ગયો હતો. તેને ઘટાડવા માટે હવે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. ભારતમાં નોન-ઇમિગ્રેશન વિઝા ઈન્ટરવ્યૂ માટે એક નવું શિડ્યુિંલગ પોર્ટલ રચવામાં આવ્યું છે અને તેમાં પણ ઘણી ફરિયાદૃો મળી છે. હવે આ ઈશ્યૂ શક્ય એટલી ઝડપથી ઉકેલવા માટે પ્રયાસો ચાલુ છે. યુએસ એમ્બેસી અને ભારતીય ઓથોરિટી વચ્ચેની તાજેતરની ચર્ચામાં વિઝાના વેઈિંટગનો સમય, શિડ્યુિંલગ પોર્ટલના ટેકનિકલ પ્રોબ્લેમ તથા સ્ટુડન્ટ વિઝાને લગતી સમસ્યાઓ વિશે િંચતા વ્યક્ત કરવામાં આવી હતી.
ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારત ખાતેના અમેરિકન કોન્સ્યુલેટે ૩.૩ લાખ પિટિશન બેઝ્ડ ટેમ્પરરી એમ્પ્લોયમેન્ટ વિઝા ઈશ્યૂ કર્યા છે. એટલે કે ૨૦૧૯ની સાથે તુલના કરવામાં આવે તો વિઝાના પ્રોસેસમાં ૭૧ ટકાનો વધારો થયો છે. અમેરિકાએ તાજેતરમાં સ્ટુડન્ટ વિઝા (એફ અને એમ) માટે પણ એક મહત્ત્વની જાહેરાત કરી છે. તે મુજબ પ્રોગ્રામ શરૂ થવાની તારીખથી ૩૬૫ દિૃવસ એડવાન્સમાં હ્લ અને સ્ સ્ટુડન્ટ વિઝા ઈશ્યૂ કરી શકાય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે આ કાયમી ફેરફારની જાહેરાત કરી છે જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૩થી અમલમાં આવી છે. અમેરિકાએ એવો દૃાવો પણ કર્યો છે કે નોન-ઈમિગ્રેશનના તમામ વિઝાનો વેઇિંટગ પિરિયડ અગાઉ કરતા ઘણો ઘટ્યો છે અને હવે કોવિડ અગાઉના લેવલ પર પહોંચી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ