રામાસ્વામીએ ૨૯ વખત આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે
વોિંશગ્ટન, તા.૧૭
અમેરિકાની આગામી પ્રેસિડન્ટની ચૂંટણી માટે ઈમિગ્રેશન અને સિટિઝનશિપનો મુદ્દો પણ છવાયેલો રહેશે. રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટપદૃના ઉમેદૃવાર વિવેક રામાસ્વામીએ H-1B વિઝાની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો છે અને તેને કરારબદ્ધ ગુલામી તરીકે ગણાવ્યા છે. તેમણે ચોખ્ખી વાત કરી છે કે તેઓ ચૂંટણી જીતીને અમેરિકાના પ્રમુખ બનશે તો ૐ-૧મ્ વિઝા પ્રોગ્રામ બંધ કરી દૃેશે. તેના બદૃલે એક લોટરી આધારિત સિસ્ટમ લાગુ કરશે જેમાં મેરિટના આધારે એડમિશન અપાશે.
વિવેક રામાસ્વામી ભારતીય મૂળના નેતા છે જેમના માતાપિતા બહુ સાધારણ સ્થિતિમાં અમેરિકા આવ્યા હતા. પરંતુ રામાસ્વામીએ ઉદ્યોગો સ્થાપીને કરોડો ડોલરની સંપત્તિ બનાવી છે. તેઓ પોતાના ઉગ્ર અને અલગ પ્રકારના વિચારો માટે જાણીતા છે અને દૃરેક ડિબેટમાં હરીફોને પરાસ્ત કરી રહૃાા છે.
ભારતીય આઈટી પ્રોફેશનલો ૐ-૧મ્ વિઝા માટે દૃોટ મૂકે છે અને આ વિઝા હંમેશા ભારે ડિમાન્ડમાં હોય છે પરંતુ વિવેક રામાસ્વામી અલગ જ પ્રકારના વિચાર ધરાવે છે. મહત્ત્વની વાત એ છે કે રામાસ્વામીએ પોતે ૨૯ વખત આ વિઝા પ્રોગ્રામનો ઉપયોગ કર્યો છે. પરંતુ હવે તેઓ કહે છે કે એચ-૧બી વિઝા પ્રોગ્રામ એ કરાર આધારિત ગુલામી સમાન છે જેને બંધ કરવાની જરૂર છે.
ૐ-૧મ્ વિઝા એ નોન-ઈમિગ્રેશન વિઝા છે. તેની મદૃદૃથી અમેરિકન કંપનીઓ ભારત જેવા દૃેશોમાંથી જુદૃા જુદૃા સેક્ટરના એક્સપર્ટને પોતાને ત્યાં બોલાવી શકે છે. અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે સૌથી વધુ લોકપ્રિય રૂટ કોઈ હોય તો તે એચ-૧બી વિઝા પ્રોગ્રામ છે. ખાસ કરીને લાખોની સંખ્યામાં ભારતના સ્કીલ્ડ આઈટી પ્રોફેશનલો આ વિઝા પર અમેરિકામાં સ્થાયી થયા છે.
વિવેક રામાસ્વામી જે રીતે પ્રચાર કરી રહૃાા છે તેમાં તેઓ હ્લમ્ૈં અને બીજી બ્યૂરોક્રેટિક સંસ્થાઓને અમેરિકા માટે નુકસાનકારક ગણાવીને તેને બંધ કરાવવાની વાતો કરે છે. તેઓ રશિયા સાથે મિત્રતા વધારવાની વાત કરે છે જેથી ચીનને અંકુશમાં રાખી શકાય. કારણ કે તેમના મતે અમેરિકા માટે આગામી ખતરો રશિયા નહીં પણ ચીન છે.
રામાસ્વામી પોતે એચ-૧બી વિઝાનો વિરોધ કરે છે, પરંતુ અત્યાર સુધીમાં તેમની કંપનીએ આ પ્રોગામનો ભરપૂર ફાયદૃો ઉઠાવ્યો છે.
૨૦૧૮થી ૨૦૨૩ સુધીમાં રામાસ્વામીની ભૂતપૂર્વ કંપની રોઈવેન્ટ સાયન્સિસે વિદૃેશથી ટેકનિકલ કર્મચારીઓને હાયર કરવા માટે એચ-૧બી વિઝાનો ઉપયોગ કર્યો હતો અને અમેરિકાના સિટિઝનશિપ વિભાગે તેમની ૨૯ અરજીઓ એપ્રૂવ કરી છે.