ભારત નહી પાક પાસે ખાલીસ્તાન માંગો: કેનેડાના પત્રકારની શીખ સમુદાયને સલાહ

શિખ મહારાજા રણજીતસિંહની રાજધાની લાહોર હતી: ગુરૂનાનક જન્મસ્થળ પણ પાકમાં છે: ઈતિહાસ બતાવ્યો
નવી દિલ્હી: ભારતમાં અલગ ખાલીસ્તાન માંગી રહેલા અંતિમવાદી જૂથને કેનેડાના એક જાણીતા પત્રકારે ભારત નહી પાકિસ્તાન પાસે ખાલીસ્તાન માંગવા સલાહ આપી છે. ખાલીસ્તાન પર પુસ્તક લખનાર કેનેડાના પત્રકાર ટેરી માઈલસ્વેકીએ એક વાતચીતમાં ઈતિહાસ રજુ કરતા કહ્યું કે પંજાબના મહારાજા રણજીતસિંહની રાજધાની લાહોરમાં હતી ત્યાંજ તેઓ બેસતા હતા જેના આજે પણ પુરાવા છે જો અલગ શીખ રાજયની માંગ કરવી હોય તો પાકિસ્તાન પાસે લાહોર માંગવું જોઈએ. ઉપરાંત ગુરૂનાનક દેવનું જન્મસ્થળ પણ પાકિસ્તાનમાં જ છે અને તેથી તેને સામેલ કર્યા વગર શિખો કેમ ખાલીસ્તાન બનાવી શકે હવે તેઓ પાકિસ્તાન પાસે આવી કોઈ માંગ કરતા નથી તેથી તેઓની મન્શા સામે જ પ્રશ્ર્ન ઉઠે છે તે ફકત બે દેશના સંબંધ જ બગાડવા માંગે છે. ખાલીસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના દોસ્તીના સંબંધ છે તો પછી કેમ તેઓ પાક પાસે અલગ ખાલીસ્તાન માંગતા નથી. જો ખાલીસ્તાન થાય તો તે પાક તરફી જ હશે.

રિલેટેડ ન્યૂઝ