કતારે ૮ પૂર્વ નૌસૈનિકોને છોડ્યા:સ્વદૃેશ પરત

વધુ એક ડિપ્લોમેટિક સિદ્ધિ હાંસલ કરતી મોદૃી સરકાર

ભારતની એક મોટી ડિપ્લોમેટીક જીતમાં કતરમાં જાસૂસી બદલ ફાંસીની સજા અને બાદમાં આજીવન કારાવાસની સજાનો સામનો કરી રહેલા ભારતીય નૌકાદળના આઠ પુર્વ અધિકારીઓ તથા નાવિકોની કતર સરકારે સજા રદ કરીને સાતને મુક્ત કરતા આ પુર્વ નૌસેના જવાનો આજે સુખરૂપ સ્વદેશ પરત આવી જતા તેમના પરિવારો તથા દેશભરમાં એક જબરો આનંદ છવાઈ ગયો હતો. જેઓના પરત આવવા વિષે ભાગ્યે જ કોઈ આશા હતી તેમની સજા માફ કરાવવા કેન્દ્રની મોદી સરકારે તમામ ડિપ્લોમેટીક તાકાત કામે લગાડી દીધી હતી અને પહેલા ફાંસીની સજા માફ કરાવ્યા બાદ તેઓને જેલમુક્ત કરીને ભારત પરત મોકલવામાં આવે તે નિશ્ર્ચિત કર્યુ હતું. ખાસ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વૈશ્ર્વિક નેતા તરીકેની ઈમેજ તથા કુવૈતના શાસકો સાથે તેમની અંગત મિત્રતા એ આ મુકતીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો દેશના સક્ષમ વિદેશમંત્રી સાબીત થઈ રહેલા શ્રી એસ.જયશંકરે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આમ વૈશ્ર્વિક સ્તરે ફરી એક વખત ભારતના વધતા પ્રભાવનો પણ સંકેત મળી ગયો છે. કુલ આઠ ભારતીયોને સજા થઈ હતી તેમાં સાતને પરત મોકલાય છે પણ નેવીના પુર્વ કમાન્ડર પુણેન્દુ તિવારીને હજુ મુક્ત કરાયા નથી અને તેઓને પણ ટુંક સમયમાં ભારત પરત મોકલવામાં આવે તેવી શકયતા છે. વિદેશ મંત્રાલયે એક સતાવાર યાદીમાં જણાવ્યું હતું કે ભારત સરકાર કતરમાં જેલમાં રહેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરી રહેલા આઠ ભારતીયોની મુક્તિનું સ્વાગત કરે છે અને આઠમાંથી સાત સ્વદેશ પરત આવી ગયા છે. અમો આ ભારતીય નાગરિકોની મુક્તિ અને તેઓ સ્વદેશ પરત આવી શકે તે નિશ્ર્ચિત કરવા બદલ કતરના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ. આ તમામ ગત સાત ઓગષ્ટથી કરી હતી જેલમાં હતા. જો કે તેમની સામે અપરાધ શું છે અને તેમની સામેની કાનુની કાર્યવાહીની માહિતી કદી જાહેર કરવામાં આવી ન હતી પણ માનવામાં આવે છે કે તેઓ પર ઈઝરાયેલ વતી કતરના અત્યંત મહાત્વાકાંક્ષી પ્રોજેકટ અંગે જાસૂસીના આરોપ હતા અને કતરની અદાલતે તેમાં તમામને ફાંસીની સજા કરી હતી. જો કે માહિતી જાહેર થતા જ તુર્તજ ભારત સરકાર એકશનમાં આવી હતી તથા પહેલા આ તમામની ફાંસીની સજા માફ કરાવી હતી અને બાદમાં તેઓને જેલમુક્ત કરી ભારત પરત મોકલવામાં આવે તે નિશ્ર્ચિત કર્યુ હતું.

કયા આઠ જવાનો જેલમાં હતા?

  • કમાન્ડર પુર્ણેન્દુ તિવારી
    (હજુ મુક્ત થયા નથી)
  • કમાન્ડર સુગુણાકર પકાલા- મુક્ત
  • કમાન્ડર અમિત નાગપાલ- મુક્ત
  • કમાન્ડર સંજીવ ગુપ્તા- મુક્ત
  • કમાન્ડર નવતેજસિંહ ગીલ- મુક્ત
  • કેપ્ટન વિરેનકુમાર વર્મા- મુક્ત
  • કેપ્ટન સૌરભ વરિષ્ઠ- મુક્ત
  • નાવિક:સગેથ ગોપાલકુમાર- મુક્ત

છૂટકારો: કતારમાં જાસુસીના આરોપસર ફાંસીની સજા પામેલા ભારતીય નેવીના ૮ પૂર્વ અધિકારીઓની સજા માફ કરવામાં આવી છે. ભારત સરકારે કતાર સાથે મંત્રણા કરીને તેમની માફીની વિનંતી કરી હતી કતારે ભારતની વિનંતીના પગલે સજા માફ કરતા ભારત પરત આવેલા પૂર્વ અધિકારીઓની તસ્વીરો.

હજુ કમાન્ડર તિવારી જેલમાં તેઓનો પણ સુખરૂપ છુટકારો થશે તેવા સંકેત: ઈઝરાયેલ વતી કહેવાતા જાસૂસી પ્રકરણમાં પહેલા ફાંસીની સજા અને બાદમાં આજીવન કારાવાસનો સામનો કરી રહેલા પુર્વ જવાનોની હેમખેમ મુક્તિ માટે મોદી સરકારના પ્રયાસો રંગ લાવ્યા: પરિવાર ખુશીમાં

રિલેટેડ ન્યૂઝ