પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવી એરબેઝ પર આતંકી હુમલો, ચાર હુમલાખોરો માર્યા ગયા

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ફરી એકવાર આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકીઓએ ટર્બન ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નેવી એરબેઝને નિશાન બનાવ્યા છે. મળતી માહિતી મુજબ સોમવારે રાત્રે આતંકીઓએ તુર્બત એરપોર્ટ અને નેવલ એર બેઝ પર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ ચાર આતંકીઓને ઠાર કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી. તમને જણાવી દઈએ કે PNS સિદ્દીક પાકિસ્તાનનું બીજું સૌથી મોટું એરબેઝ છે.

આતંકવાદીઓને દેખાતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી હતી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નૌકાદળના એરબેઝમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો તો તરત જ તેમની ઓળખ થઈ ગઈ. જે બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને તેને ઠાર માર્યો હતો. તે જ સમયે, આ મામલે પાકિસ્તાની સેના તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી સામે આવી નથી. પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર હુમલો કર્યો હતો.

બંને સુવિધાઓ નજીક ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને લખ્યું છે કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એરબેઝ PNS સિદ્દીક પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આ સાથે જ આ વિસ્તારમાં ઘણા વધુ વિસ્ફોટોના અહેવાલ છે. આ હુમલા બાદ આરોગ્ય અધિકારીઓએ તુર્બતની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી હતી. તેમજ તમામ તબીબોને તાત્કાલિક ફરજ પર આવવા જણાવ્યું હતું.

બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ જવાબદારી લીધી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજીદ બ્રિગેડે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે. ઉલ્લેખનીય છે કે મજીદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. સંગઠન સતત આરોપ લગાવી રહ્યું છે કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને આ ક્ષેત્રના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે BLA એ દાવો કર્યો છે કે તેના ઘણા લડવૈયાઓ એરબેઝમાં પ્રવેશ્યા હતા. આ એરબેઝ પર ચીની ડ્રોન પણ તૈનાત કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ