પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો આત્મઘાતી હુમલો, 5 ચીની સહિત 6ના મોત

મંગળવારે, ખૈબર પખ્તુનખ્વાના શાંગલાના બિશામ તાલુકામાં વિસ્ફોટકોથી ભરેલું વાહન અન્ય વાહન સાથે અથડાયું હતું, જેમાં પાંચ ચીની નાગરિકો સહિત છ લોકોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે ચીની એન્જિનિયરોના કાફલાને ટક્કર મારી હતી. ઘટના સમયે ચીની એન્જિનિયરોનો કાફલો ઈસ્લામાબાદથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દાસુમાં તેમના કેમ્પ તરફ જઈ રહ્યો હતો.

આ મામલાની માહિતી આપતાં પ્રાદેશિક પોલીસ વડા મોહમ્મદ અલી ગાંડાપુરે કહ્યું કે આ હુમલામાં પાંચ ચીની નાગરિકો અને તેમના પાકિસ્તાની ડ્રાઈવર માર્યા ગયા છે. બિશામ સ્ટેશન હાઉસ ઓફિસર (એસએચઓ) બખ્ત ઝહીરે જણાવ્યું હતું કે આ ઘટના “આત્મઘાતી વિસ્ફોટ” હતી અને સંબંધિત અધિકારીઓ પુરાવા એકત્રિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે અને મૃતદેહોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ