ટી૨૦ વિશ્ર્વકપના પ્રારંભે યુએસએએ રચ્યો ઈતિહાસ કેનેડાને ૭ વિકેટે હરાવતુ યુએસએ

કેનેડાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા હતા

યુએસએએ ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સૌથી મોટો રન ચેઝ કર્યો; એરોન જોન્સને પ્લેયર ઓફ ધ મેચ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાનારી આઈસીસી ટી-ટવેન્ટી વર્લ્ડકપ ૨૦૨૪નો આજે અમેરિકાના ડલ્લાસમાં રંગારંગ કાર્યક્રમ સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. ટી-ટવેન્ટી વર્લ્ડ કંપની અમેરિકા અને કેનેડા વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં કેનેડાને ૭ વિકેટે હરાવીને અમેરિકાએ વિજયી કૂચ શરૂ કરી હતી. મેચ શરૂ થતા પૂર્વે ઉદ્ઘાટન વખતે રંગારંગ કાર્યક્રમ દૃરમિયાન કલાકારો સંગીતના તાલે નૃત્ય કરી રહ્યા છે.

ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ શરૂ થઈ ગયો છે. પ્રથમ મેચ યજમાન યુએસએ અને કેનેડા વચ્ચે રમાઈ હતી. યુએસએ આ મેચમાં ઐતિહાસિક જીત નોંધાવી હતી. આ મેચમાં યુએસએએ ટી૨૦ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેનો સૌથી મોટો રન ચેઝ માત્ર ૧૭.૪ ઓવરમાં હાંસલ કર્યો હતો. ટી૨૦ વર્લ્ડકપમાં યુએસએની આ પ્રથમ જીત છે. ચાહકો આ ઐતિહાસિક જીતને ભૂલી શકશે નહીં. યુએસએની જીતનો હીરો એરોન જોન્સ હતો, જેણે મેચમાં વિસ્ફોટક બેિંટગનું પ્રદૃર્શન કર્યું હતું.
આ મેચમાં યુએસએ ટોસ જીતીને પ્રથમ બોિંલગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદૃ પ્રથમ બેિંટગ કરતા કેનેડાએ ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવ્યા હતા. કેનેડા તરફથી બેિંટગ કરતી વખતે નવનીતે સૌથી વધુ ૬૧ રનની ઇિંનગ રમી હતી. નવનીતે પોતાની ઇિંનગ દૃરમિયાન ૬ ફોર અને ૩ સિક્સર ફટકારી હતી. આ સિવાય નિકોલસ કિર્ટને ૫૧ રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી બોિંલગ દૃરમિયાન અલી ખાન, હરમીત િંસહ અને કૌરી એન્ડરસને ૧-૧-૧ વિકેટ લીધી હતી.
કેનેડાએ આપેલા ૧૯૬ રનના ટાર્ગેટને માત્ર ૧૭.૪ ઓવરમાં હાંસલ કરીને યુએસએએ ઈતિહાસ રચ્યો હતો.
અમેરિકા તરફથી બેિંટગ કરતા એરોન જોન્સે સૌથી વધુ ૯૪ રન બનાવ્યા હતા. પોતાની ઇિંનગ દૃરમિયાન એરોન જોન્સે ૪ ફોર અને ૧૦ સિક્સર ફટકારી હતી. આ સમયગાળા દૃરમિયાન એરોનનો સ્ટ્રાઈક રેટ ૨૩૫ હતો. આ સિવાય એન્ડ્રીસ ગસે ૬૫ રન બનાવ્યા હતા. એન્ડ્રીસે પોતાની ઇિંનગ દૃરમિયાન ૭ ફોર અને ૩ શાનદૃાર સિક્સર ફટકારી હતી. યુએસએ માટે તોફાની ઇિંનગ્સ રમનાર એરોન જોન્સને પ્લેયર ઓફ ધ મેચ પસંદૃ કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ