ઠંડીમાં રશિયામાં ગમે તેટલું ટેમ્પરેચર નીચું જાય પણ ભારત સાથેનો તેનો સંબંધ હમેશા પ્લસમાં જ રહૃાો છે: PM મોદી

રશિયામાંPM મોદૃીનું સંબોધન

પીએમ મોદૃીએ ભારત-રશિયાની દૃોસ્તીનો ઉલ્લેખ કરતા રાજ કપૂરની ફિલ્મનું ગીત સિર પર લાલ ટોપી રુસીને ગાયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી રશિયાની મુલાકાતે છે. તેમણે મોસ્કોમાં ભારતીયોને સંબોધિત કર્યા હતા. આ દૃરમિયાન પીએમ મોદૃીએ ભારત-રશિયાની દૃોસ્તીનો ઉલ્લેખ કરતા રાજ કપૂરની ફિલ્મનું ગીત સિર પર લાલ ટોપી રુસીને ગાયું હતું.
પીએમ મોદૃીએ રશિયાને ભારત સાથેનાં સંબંધોનો ઉલ્લેખ કરતા કહૃાું કે રશિયા શબ્દૃ સાંભળતા જ ભારતીયોના મનમાં પહેલ શબ્દૃ આવે છે. ભારતના સુખ-દૃુ:ખનો સાથી. ભારતનો ભરોસાપાત્ર દૃોસ્ત. રશિયામાં ઠંડીની સિઝનમાં ગમે તેટલું તાપમાન માઈનસમાં કેમ ન ગયું. ભારત-રશિયાની દૃોસ્તી તો હમેશાં પ્લસમાં જ રહી છે. આ સંબંધ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ અને મ્યુચ્યુઅ રિસ્પેક્ટના દૃમ પર ટકેલો છે. પીએમ મોદૃીએ કહૃાું એ આ ગીત એક સમય હતો કે જ્યારે દૃરેક ઘરે-ઘરે ગાવવામાં આવતું હતું. સિર પર લાલ ટોપી રુસી…ફિર ભી દિૃલ હૈ હિન્દૃુસ્તાની…આ ગીત ભલે જુનું થઈ ગયું હોય. જોકે તેના સેન્ટીમેન્ટ એવરગ્રીન છે.
પીએમ મોદૃીએ આ દૃરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિૃમીર પુતિનની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી. પીએમ મોદૃીએ કહૃાું કે તેણે બે દૃશકાથી વધુ સમય સુધી આ પાર્ટનરશીપને મજબૂત કરવા માટે શાનદૃાર કામ કર્યું છે. છેલ્લા ૧૦ વર્ષમાં છઠ્ઠી વખત રશિયા આવ્યો છું અને આ વર્ષો દૃરમિયાન અમે એક-બીજાને ૧૭ વખત મળ્યાં છે. આ તમામ મીિંટગ ટ્રસ્ટ અને રિસ્પેક્ટ વધારનારી રહી છે. જ્યારે આપણા વિદ્યાર્થીઓ યુદ્ધ વચ્ચે ફસાયેલા હતા,
તો રાષ્ટ્રપતિ પુતિને તેમને ભારત પરત મોકલવામાં આપણી મદૃદૃ કરી હતી. હું તેના માટે રશિયાના લોકોનો, મારા મિત્ર પુતિનનો ફરીથી આભાર વ્યક્ત કરું છું

રિલેટેડ ન્યૂઝ