બાઇડેને આદૃેશો પર ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હતા, જે કાનૂની રીતે માન્ય ના ગણાય: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રમુખ જો બાઇડેને કરેલાં તમામ એક્ઝિક્યૂટિવ ઓર્ડર રદૃ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પના જણાવ્યાં અનુસાર ભૂતપૂર્વ પ્રમુખે જેટલા પણ આદૃેશ કર્યા હતા તે તમામ ઉપર તેમણે ઓટોમેટિક પેનથી હસ્તાક્ષર કર્યા હતા જેથી કાનૂની રીતે તે તમામ આદૃેશ માન્ય ગણી શકાય નહીં. ટ્રમ્પની આ જાહેરાતથી અમેરિકામાં હોબાળો મચ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઉપર ટ્રમ્પે મૂકેલી એક લાંબી પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચારમાં એ મુજબનું વચન આપ્યું હતું કે ભૂતપૂર્વ પ્રમુખના કેટલાંક વિવાદૃાસ્પદૃ આદૃેશને રદૃ કરાશે.પોતાની પોસ્ટમાં ટ્રમ્પે કહૃાું હતું કે બાઇડેને કરેલાં તમામ આદૃેશ પૈકી ૯૨ ટકા આદૃેશ ઉપર ઓટોપેન ઓપરેટર દ્વારા હસ્તાક્ષર કરાયા હતા, વાસ્તવમાં આ તમામ આદૃેશ પર તેમણે જાતે આદૃેશ કરવા જોઇતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહોતું. જ્યાં સુધી અમેરિકાના પ્રમુખ વિશેષ સત્તા ના આપે ત્યાં સુધી ઓટોપેન દ્વારા કરાયેલા આદૃેશ કાનૂની રીતે માન્ય ગણી શકાય નહીં એમ ટ્રમ્પે ઉમેર્યું હતું.ઉંઘતા ઉંઘતા બાઇડેને કરેલો કોઇપણ આદૃેશ આજની તારીખથી રદૃ કરવામાં આવે છે એમ તેમણે પોતાની પોસ્ટમાં લખતા ઉમેર્યું હતું કે જે કોઇ એવો દૃાવો કરશે કે ‘ભૂતપૂર્વ પ્રમુખ બાઇડેને ઓટો-પેનના હસ્તાક્ષર માન્ય રાખ્યા હતા તેની સામે ખોટી જુબાનીનો આરોપ મૂકીને કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. ઓટોપેન એ અમેરિકામાં ૧૮૦૩માં પેટન્ટ કરાવાયેલ એક રોબોટિક ઉપકરણ છે જે વાસ્તવિક સ્યાહીનો ઉપયોગ કરીને વ્યક્તિના હસ્તાક્ષરોની નકલ કરે છે. અમેરિકાના પ્રમુખો દ્વારા દૃાયકાઓથી આ ઓટોમેટિક હસ્તાક્ષર મશીનનો ઉપયોગ કરાય છે. ઓટોપેનનો ઉપયોગ ઘણીવાર જથ્થાબંધ દૃસ્તાવેજો કે પેપર્સ પર હસ્તાક્ષર કરવા માટે થાય છે. અમેરિકન ન્યાય વિભાગની ૨૦૦૫ની માર્ગદૃર્શિકા અનુસાર, રાષ્ટ્રપતિ જે બિલને કાયદૃો બનાવવા માટે મંજૂરી આપે અને તેની પર સહી કરવાનું નક્કી કરે છે તેના પર જાતે હસ્તાક્ષર કરવાની જરૂર નથી. તેના બદૃલે અમેરિકન રાષ્ટ્રપતિ તેમની હાથ નીચેના અધિકારીને ઓટોપેન કે અન્ય ઉપકરણની મદૃદૃથી રાષ્ટ્રપતિની સહી કરવાનો નિર્દૃેશ આપી શકે છે.
