અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં ફાયિંરગની ઘટના ઘટી છે. પોલીસના જણાવ્યા અનુસાર કાળા કપડામાં એક હુમલાખોર આવ્યો અને અચાનક ધડાધડ ફાયિંરગ કર્યુ જેમાં ૨ લોકોના મોત નીપજ્યા છે અને ૮ અન્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદૃ યુનિવર્સિટીના કેમ્પસમાં અફરા તફરી મચી ગઇ હતી.જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હુમલોખોળની શોધખોળ શરૂ કરવામાં આવ્યુ છે.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાખોર પુરૂષ હતો અને તેણે કાળા કલરના કપડાં પહેર્યા હતા. તેને છેલ્લી વાર બિલ્ડિંગની બહાર નીકળતા જોવા મળ્યો છે. ડેપ્યુટી ચીફ ઓફ પોલીસ ટિમ તરફથી ઓહારા ના જણાવ્યા અનુસાર પોલીસ કેમ્પસની દૃરેક બિલ્ડિંગની તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાના ત્રણ કલાક બાદૃ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.