Jai Hind

યુએનની સુવિધાને નિશાન બનાવ્યુ સુદૃાનમાં હુમલામાં બાંગ્લાદૃેશના ૬ શાંતિરક્ષકોના મોત થયા

યુદ્ધગ્રસ્ત સુડાનમાં શનિવારે વધુ એક ડ્રોન હુમલાએ સંયુક્ત રાષ્ટ્રની એક સુવિધાને નિશાન બનાવ્યું, જેમાં છ શાંતિરક્ષકોનાં મોત થયા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના જણાવ્યા અનુસાર આ હુમલો મધ્ય ક્ષેત્ર કોર્ડોફાનના કદૃુગલી શહેરમાં આવેલા શાંતિ મિશનના લોજિસ્ટિક્સ બેઝ પર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય ૮ લોકો ઘાયલ થયાના અહેવાલ મળ્યા છે. હુમલામાં માર્યા ગયેલા તમામ પીડિત બાંગ્લાદૃેશી નાગરિકો હતા, જે અબ્યેઈ માટેના સંયુક્ત રાષ્ટ્રના આંતરિમ સુરક્ષા દૃળ (યુનિસ્ફા)માં સેવા આપી રહૃાા હતા.ગુટેરેસે કહૃાું કે સંયુક્ત રાષ્ટ્રના શાંતિરક્ષકોને નિશાન બનાવનારા હુમલા આંતરરાષ્ટ્રીય કાયદૃા હેઠળ યુદ્ધ અપરાધ ગણાઈ શકે છે. તેમણે આ અનુચિત હુમલા માટે જવાબદૃાર લોકોને ગુનેગાર ઠેરવવાની માંગ કરી. સુડાની સેનાએ આ હુમલાનો આરોપ રેપિડ સપોર્ટ ફોર્સેસ પર મૂક્યો છે. આરએસએફ સુદૃાનનો એક કુખ્યાત અર્ધસૈનિક જૂથ છે, જે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી દૃેશના નિયંત્રણ માટે સેનાની સામે યુદ્ધ કરી રહૃાો છે. આરએસએફ તરફથી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આવી નહોતી.