Jai Hind

યુએસ વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારે અમેરિકા સાથે કરી ચર્ચા

અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દૃીધી છે. તેના કારણે હવે એચ૧-બી વિઝાધારકોના વિઝા રિન્યૂઅલની પ્રોસેસ અટકી પડી છે. અસંખ્ય લોકોની વિઝા રિન્યૂની અપોઈન્ટમેન્ટ છ-આઠ મહિનાથી લઈને એક-એક વર્ષ સુધી લંબાઈ જતાં ભારતીયો સહિત અનેક વિદૃેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે.
જે રિન્યૂઅલ માટે ભારત આવી ગયા હતા તેમની સામે અમેરિકા પાછા કેમ ફરવું તે મોટો સવાલ ખડો થયો છે. ત્યારે આજે ભારતીય વિદૃેશ મંત્રાલય દ્વારા ૐ-૧મ્ વિઝામાં આવી રહેલી પરેશાની અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
ભારતીયોને ૐ-૧મ્ વિઝા એપોઈન્ટમેન્ટ રદૃ થવા પર પડી રહેલી મુશ્કેલી અંગે પણ સવાલ કરતાં ભારતીય વિદૃેશ મંત્રાલયે કહૃાું છે કે ઘણા ભારતીય નાગરિકોએ વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ અંગે ફરિયાદૃ કરી છે. વિઝા આપવાનો અધિકાર જે તે દૃેશનો છે, તો પણ ભારતે અમેરિકાના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવી િંચતા વ્યક્ત કરી છે. સ્ઈછ મુજબ આ કારણે ભણતર અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે. જેથી હેરાનગતિ થઈ રહી છે.