Jai Hind

‘ઈન્કિલાબ મંચ દ્વારા ચાર મુદ્દાઓની માંગ સાથે ૨૪ કલાકમાં ભારતીયોની વર્ક પરમિટ રદૃ કરવા બાંગ્લા સરકારન્ો અલ્ટિમેટમ

વિદ્યાર્થી ન્ોતા હાદૃીની હત્યા બાદૃ ભારત વિરોધી ચળવળ ઉગ્ર બની:ઇન્કિલાબ મંચ દ્વારા ચાર મુદ્દાની માગ સાથે સરકારન્ો અલ્ટિમેટમ

બાંગ્લાદૃેશમાં વધુ એક હિન્દૃુ યુવકની ગોળી મારી કરાઈ હત્યા:હિન્દૃુઓ પર હુમલા યથાવત

બાંગ્લાદૃેશમાં ભારત વિરોધી ચળવણ સતત વધી રહી છે. ભારત વિરોધી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદૃીની હત્યા બાદૃ સ્થિતિ વધુ વણસી છે. હવે તેના સંગઠન ‘ઈન્કિલાબ મંચ દ્વારા બાંગ્લાદૃેશ સરકારને ચાર મુદ્દાઓની માંગ સાથે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જેમાં ભારતીયોના વર્ક પરમિટ રદૃ કરવાની મુખ્ય માંગ છે.ઢાકાના શાહબાગ ખાતેથી ઈન્કિલાબ મંચના સભ્ય સચિવ અબ્દૃુલ્લા અલ જાબરે જાહેરાત કરી હતી કે તેમના નેતા શરીફ ઉસ્માન હાદૃીની હત્યામાં સામેલ તમામ આરોપીઓનો ટ્રાયલ ૨૪ દિૃવસમાં પૂર્ણ કરવામાં આવે. સંગઠને ફેસબુક પર સ્પષ્ટ કર્યું છે કે હત્યા કરનાર, માસ્ટરમાઈન્ડ, મદૃદૃગાર અને આશરો આપનાર તમામ સામે કાયદૃેસરની કાર્યવાહી થવી જોઈએ. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના દૃાવા મુજબ, હાદૃીની હત્યાના બે મુખ્ય શંકાસ્પદૃો મેઘાલયને અડીને આવેલી મૈમનિંસહ જિલ્લાની સરહદૃ દ્વારા ભારત ભાગી ગયા છે.
બાંગ્લાદૃેશમાં લઘુસંખ્યા હિન્દૃુઓ સામે િંહસાના મામલાઓ યથાવત છે. મયમિંંસહ જિલ્લામાં તાજેતરમાં વધુ એક હિન્દૃુ યુવકની હત્યાની ઘટના બનવા પામી છે, જેમાં ગ્રામિણ અર્ધસૈન્ય દૃળના સભ્ય બ્રિજેન્દ્ર બિસ્વાસને તેમના જ સહકર્મી નોમાન મિયા દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી. આરોપી ને ઝડપી લેવાયું છે. આ પહેલા પણ જિલ્લામાં દૃીપૂ ચંદ્ર દૃાસને પિટાઈને અને પછી વૃક્ષ સાથે બાંધીને જલાવી દૃેવામાં આવી હતી.
બાંગ્લાદૃેશી મીડિયા રિપોર્ટ અનુસાર, ૪૦ વર્ષના બ્રિજેન્દ્ર બિસ્વાસ સાથે આ િંહસાકાંડ સુલ્તાના સ્વેટર્સ લિમિટેડ ફેક્ટરીની અંદૃર સોમવારે સાંજે આશરે ૬:૩૦ વાગ્યે થયો. આ ફેક્ટરી ભાલુકા ઉપજિલ્લાના મેહરાબારી વિસ્તારમાં આવેલી છે. ફેક્ટરીની સુરક્ષા માટે અહીં ૨૦ અન્સાર સભ્યો નિમણૂકાયેલા હતા.
દૃર્દૃીઓના જણાવ્યા અનુસાર, નિષ્ઠાવાન લાગે તેવી બ્રિજેન્દ્ર અને નોમાન એક સાથે બેઠા હતા. અચાનક, નોમાએ તેની ગન હાથમાં લીધી અને બ્રિજેન્દ્રના ડાબા પગ પર ફાયિંરગ કરી દૃીધું, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.અને વધુ રક્તરુાાવ થયો. તેમને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. બ્રિજેન્દ્ર બિસ્વાસ પવિત્ર બિસ્વાસના પુત્ર અને સિલહટ સદૃર ઉપજિલ્લાના કાદિૃરપુર ગામના નિવાસી હતા. આરોપી નોમાન મિયા સુનામગંજ જિલ્લાના તાહિરપુર થાણા વિસ્તારમાંનો રહેવાસી છે.
લબીબ ગ્રુપના પ્રભારી અને અન્સાર સભ્ય છઁઝ્ર મોહમ્મદૃ અજહર અલીએ જણાવ્યું કે ઘટના સમયે રૂમમાં કોઈ વિવાદૃ ચાલતો નહોતો. તેમને જણાવ્યા મુજબ, બ્રિજેન્દ્ર અને નોમાન બંને રૂમમાં સાથે બેઠા હતા. અચાનક, નોમાએ શોટગન ઉચકાવીને ચીસ મારી અને કહૃાું કે ગોળી મારી દૃઈશ, પછી તરત ટ્રિગર દૃબાવીને ઘટના સ્થળેથી ભાગી ગયો. બ્રિજેન્દ્રના સાથીઓ દૃાવો કરે છે કે પહેલા કોઈ ઝગડો કે ચર્ચા નહોતી થઈ.
બીજી તરફ, ભારતે બાંગ્લાદૃેશમાં બે હિન્દૃુ પુરુષોની હત્યા અંગે ઊંડી િંચતા વ્યક્ત કરી છે. વિદૃેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, બાંગ્લાદૃેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત વધી રહેલી દૃુશ્મનાવટ િંચતાનો વિષય છે. અમે તાજેતરમાં થયેલી હિન્દૃુ યુવકની હત્યાની િંનદૃા કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ગુનેગારોને સજા મળે.જોકે, બાંગ્લાદૃેશના વિદૃેશ મંત્રાલયે ભારતના આ િંચતાઓને ફગાવી દૃીધી છે. બાંગ્લાદૃેશના નિવેદૃન મુજબ, કેટલીક છૂટીછવાઈ ગુનાહિત ઘટનાઓને વ્યવસ્થિત અત્યાચાર તરીકે દૃર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહૃાો છે, જેથી ભારત અને બાંગ્લાદૃેશ વચ્ચે વૈમનસ્ય ફેલાય. તેણે આક્ષેપ કર્યો છે કે ભારતનો એક પક્ષ આ ઘટનાઓને અતિશયોક્તિભરી રીતે રજૂ કરીને ભારતીય નાગરિકોને બાંગ્લાદૃેશ વિરુદ્ધ ભડકાવી રહૃાો છે.

બાંગ્લાદેશના રાજદૂતને તાત્કાલીક ઢાકા બોલાવાયા

નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આંતરિક તોફાનો તથા ચુંટણીની તૈયારીઓ વચ્ચે પુર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયાનું નિધન થતા હવે નવા પરિબળો સર્જાયા છે તે વચ્ચે નવી દિલ્હી ખાતેના બાંગ્લાદેશના રાજદૂત રીયાઝ હમીદુલ્લાને તાત્કાલીક ઢાકા પહોંચવા જણાવાયુ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા બાદ ભારતે જે રીતે આ દેશ સામે આકરુ વલણ અપનાવ્યુ છે તે પછી ભારત બાંગ્લાદેશના સંબંધોમાં પણ તનાવ છે તે વચ્ચે બાંગ્લાદેશના રાજદૂતને ઢાંકા તાકીદે બોલાવાતા સસ્પેન્સ વધ્યુ છે.