Jai Hind

ગ્રાહકોને અગાઉથી જાણ થશે કે કેટલો ચાર્જ લાગશે વિદેશમાં પૈસા મોકલવા પર હવે કોઇ ‘હિડન ચાર્જ’ નહીં લાગે !

આરબીઆઈના પ્રસ્તાવિત નિયમો મુજબ હવે ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન ’સરપ્રાઈઝ ચાર્જ’ની બહાર રહેશે. ગ્રાહકોને અગાઉથી ખબર પડશે કે કેટલા પૈસા જશે અને કેટલા કાપવામાં આવશે.
પછી ભલે તે વિદેશમાં ફી મોકલવાની હોય, બાળકો માટે જીવનનિર્વાહ ખર્ચ મોકલવાનો હોય, મુસાફરી માટે ચૂકવણી કરવી અથવા રોકાણ કરવું હોય, જ્યારે પણ આપણે ફોરેક્સમાં પૈસા મોકલીએ છીએ, ત્યારે ઘણી વાર કેટલીક કપાત હોય છે જે અગાઉથી જાણીતી નથી. હવે તે રાહત બનશે.
ઘણા લોકોને લાગે છે કે વિદેશમાં પૈસા મોકલવા ખર્ચાળ અને જટિલ છે.
આનું કારણ એ છે કે બેંક ફી ક્ધવર્ઝન ચાર્જ, વિવિધ મધ્યસ્થી બેંકો પાસેથી કાપવામાં આવતાં ચાર્જ, આ બધી બાબતો ટ્રાન્ઝેક્શન થયા પછી સામે આવે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ એક નવો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેંકો અને અધિકૃત નાણાકીય સંસ્થાઓએ ગ્રાહકને અગાઉથી જણાવવું પડશે કે ટ્રાન્ઝેક્શનનો કેટલો ખર્ચ થશે જેથી ગ્રાહક સરખામણી કરી શકે અને માહિતગાર નિર્ણય લઈ શકે.