ચીન અન્ો રશિયાની માગણી, અમેરિકા માદૃુરોન્ો તાત્કાલિક મુક્ત કરે
ન્યુયોર્કના મેયર મામદૃાનીએ પણ ટીકા કરી
વેન્ોઝુએલાની સંપ્રભુતા પર હુમલો છે:ઉત્તર કોરિયા: કેન્ોડા ત્ોમજ યુરોપના દૃેશોએ અમેરિકાનું સમર્થન આંતરરાષ્ટ્રીય કાયદૃા, સ્ૌન્ય હસ્તક્ષેપ અન્ો રાષ્ટ્રના સાર્વભૌમત્વન્ો લઇન્ો નવી ચર્ચા છેડાઈ
અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી અને પ્રમુખ નિકોલસ માદૃુરો તથા તેમના પત્નીની ધરપકડ બાદૃ વૈશ્ર્વિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. દૃુનિયાની મોટી શક્તિઓ આ મુદ્દે બે સ્પષ્ટ જૂથોમાં વહેંચાઈ ગઈ છે. રશિયા અને ચીન જેવા દૃેશોએ આને ખુલ્લો હુમલો ગણાવીને આકરી િંનદૃા કરી છે, જ્યારે કેટલાક દૃેશોએ અમેરિકાના આ પગલાનું સમર્થન કર્યું છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય કાયદૃા, દૃેશની સાર્વભૌમત્વ અને સૈન્ય હસ્તક્ષેપને લઈને નવી ચર્ચા છેડી દૃીધી છે.
રશિયા: રશિયાના વિદૃેશ મંત્રાલયે અમેરિકાને એક સાર્વભૌમ દૃેશના કાયદૃેસર રીતે ચૂંટાયેલા પ્રમુખ અને તેમના પત્નીને તાત્કાલિક મુક્ત કરવાની અપીલ કરી છે. રશિયાએ કહૃાું કે કોઈપણ વિવાદૃનો ઉકેલ માત્ર સંવાદૃ દ્વારા જ લાવી શકાય છે.
ચીન: ચીને અમેરિકન હવાઈ હુમલાને ‘દૃાદૃાગીરીભર્યું પગલું ગણાવ્યું અને કહૃાું કે આ આંતરરાષ્ટ્રીય કાયદૃા અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ગંભીર ઉલ્લંઘન છે.
ચીને અમેરિકા પાસે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદૃુરો અને તેમની પત્નીને તરત જ મુક્ત કરવાની માગ કરી છે. બંને અત્યારે અમેરિકાની કસ્ટડીમાં છે. અમેરિકી સેના તેમને વેનેઝુએલાની રાજધાની કારાકાસથી પકડીને અમેરિકા લઈ ગઈ છે.
ચીની વિદૃેશ મંત્રાલયે રવિવારે જારી કરેલા નિવેદૃનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિને આ રીતે પોતાના દૃેશ લઈ જવા તે ખોટું છે. આ મુદ્દાનો ઉકેલ વાતચીત દ્વારા થવો જોઈએ. આ પહેલા પણ ચીને અમેરિકાની કાર્યવાહી પર આકરી પ્રતિક્રિયા આપી હતી.
ઉત્તર કોરિયાએ રવિવારે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદૃુરોને પકડવાની િંનદૃા કરી છે. વિદૃેશ મંત્રાલયે આને વેનેઝુએલાની સંપ્રભુતા પર ગંભીર હુમલો ગણાવ્યો છે.
વિદૃેશ મંત્રાલયના પ્રવક્તાએ કહૃાું કે વેનેઝુએલામાં અમેરિકાની આ કાર્યવાહી તેની દૃાદૃાગીરીનું વધુ એક ઉદૃાહરણ છે.
હુમલા બાદૃ ટ્રમ્પની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ
વેન્ોઝુએલામાં સત્તાનું હસ્તાંતરણ ન થાય ત્યાં સુધી અમેરિકાનો કંટ્રોલ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલામાં ઓપરેશનને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ઓપરેશનની ડિટેલ શેર કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહૃાું કે, વેનેઝુએલા પર હવે અમારો કંટ્રોલ છે અને વેનેઝુએલાના લોકો ખુશ છે. ટ્રમ્પે કહૃાું કે આ ઓપરેશનથી આખા વિસ્તારમાં ડ્રગ્સના નેટવર્કનો ખાતમો થઈ ગયો છે. ટ્રમ્પે આ ઓપરેશન માટે અમેરિકી સેનાને શુભકામના આપી છે.
ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહૃાું કે, કાલે મોડી રાત અને આજે સવારે મારા નિર્દૃેશ પર યુનાઈટેડ સ્ટેટ્સ આર્મ્ડ ફોર્સેઝે વેનેઝુએલાની રાજધાનીમાં એક અસાધારણ મિલિટરી ઓપરેશન કર્યું. જબરદૃસ્ત અમેરિકી મિલિટરી તાકાત, હવા, જમીન અને સમુદ્ર, નો ઉપયોગ કરીને એક શાનદૃાર હુમલો કર્યો.
વેન્ોઝુએલામાં ડેલ્સી કમાન સંભાળશે માદૃુરોન્ો અમેરિકાની સૌથી ડરામણી જેલમાં રખાયા
વેનેઝુએલાની રાજનીતિ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહીએ દૃુનિયાને હચમચાવી દૃીધી છે. અમેરિકાના સૈનિકો દ્વારા ધરપકડ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદૃુરોને હવે ન્યૂયોર્કમાં અમેરિકાની સૌથી વિવાદૃાસ્પદૃ અને ડરામણી જેલમાં રાખવામાં આવ્યા છે. િંહસા, ભીડભાડ, અંધકાર અને ડર માટે બદૃનામ આ જેલમાં માદૃુરોનું રહેવું અનેક સવાલો ઉભા કરી રહૃાું છ
વેનેઝુએલાની સત્તા હવે કોણ સંભાળશે? આ સંકટનો ઉકેલ વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે શોધી કાઢ્યો છે.વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટે દૃેશમાં સર્જાયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપપ્રમુખને વચગાળાના પ્રમુખ બનાવવાનો આદૃેશ આપ્યો છે.