દૃેશવ્યાપી આંદૃોલનને લઇને મોટી ઉથલપાથલ થવાના એંધાણ
ઈરાનમાં મોંઘવારી અને નબળી અર્થવ્યવસ્થાના વિરોધમાં શરૂ થયેલું આંદૃોલન સરકારને ઉથલાવવાના આંદૃોલનમાં બદૃલાઈ ગયું છે. લોકો ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈને હટાવવા રસ્તા પર ઉતરી આવી છે. ઈરાનના તેહરાન, ઈસ્ફહાન, મશહદૃ, શિરાજ અને કોમ સહિતના મુખ્ય શહેરોમાં મોટા પ્રમાણમાં દૃેખાવો થઈ રહૃાા છે. જોકે ઈરાનની સરકારનું માનવું છે કે આ આંદૃોલન વિદૃેશી ષડ્યંત્ર છે. સરકાર આંદૃોલનને બળપૂર્વક કચડવા પ્રયાસ કરી રહી છે. આયાતોલ્લા અલી ખામેનેઈએ બે દિૃવસ પહેલા જ ચેતવણી આપી હતી કે િંહસક તત્વોને તેમની જગ્યા બતાવીશું. ન્યૂઝ એજન્સી છઁ અનુસાર ઈરાનમાં સરકાર વિરોધી િંહસામાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે જ્યારે ૧૨૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે આ દૃેખાવો હજુ શાંત થાય તેવા કોઈ સંકેત નથી. રિપોર્ટમાં દૃાવો કરાયો છે કે િંહસક આંદૃોલનોમાં ૨૫૦થી વધુ પોલીસ જવાનો અને ૪૫ જેટલા અર્ધલશ્કરી દૃળોના જવાનો ઘાયલ થયા છે. સત્તા વિરોધી દૃેખાવોમાં િંહસા વધતાં અમેરિકાના હસ્તક્ષેપની સંભાવના પણ વધી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ચેતવણી આપી રહૃાા છે કે જો ઈરાનમાં આંદૃોલન કરી રહેલા લોકોની હત્યા થઈ અમેરિકા તેમની મદૃદૃ માટે આગળ આવશે. હાલમાં જ અમેરિકાએ વેનેઝુએલા પર પણ હુમલો કર્યો હતો.
જે બાદૃથી ટ્રમ્પનો આત્મવિશ્ર્વાસ વધી ગયો છે. વેનેઝુએલાના પ્રમુખ માદૃુરો ઈરાનના સમર્થક હતા. નોંધનીય છે કે અગાઉ ૨૦૨૨માં પણ ઈરાનમાં આ જ પ્રકારે દૃેશવ્યાપી આંદૃોલનો થયા હતા. ૨૨ વર્ષની યુવતીએ હિજાબ ન પહેરતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરોધમાં ઈરાનમાં ઠેર ઠેર િંહસક પ્રદૃર્શનો થયા હતા.ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલ્લા અલી ખામેનેઈ અને રશિયા સાથેના તેમના સંબંધો અંગે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. બ્રિટિશ અખબાર ‘ધ ટાઇમ્સના અહેવાલ મુજબ, જો ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદૃર્શનો િંહસક બનશે અને સરકાર પડી ભાંગશે તો ખામેનેઈએ રશિયાના મોસ્કો શહેર ભાગી જવાનો એક સિક્રેટ એસ્કેપ પ્લાન તૈયાર કર્યો છે. અહેવાલો અનુસાર, ૮૬ વર્ષીય આયાતોલ્લા ખામેનેઈએ રશિયાને સુરક્ષિત આશ્રય સ્થાન તરીકે પસંદૃ કર્યું છે.
આ યોજના મુજબ, જો ઈરાનના સુરક્ષા દૃળો અને સેના આંદૃોલનકારીઓને રોકવામાં નિષ્ફળ જશે કે બળવો િંહસક બની જશે, તો ખામેનેઈ તેમના પરિવાર અને અંદૃાજે ૨૦ જેટલા નજીકના સાથીદૃારો સાથે તેહરાન છોડી રશિયામાં શરણ લેશે.
આ યાદૃીમાં તેમના પુત્ર મોજતબાનું નામ પણ સામેલ હોવાનું મનાય છે, જેમને તેમના અનુગામી માનવામાં આવે છે.
ઇરાનમાં હવે ખોમેની શાસન સામે લોકોનો ખુલ્લો બળવો
ઈરાનમાં છેલ્લા દૃસ દિૃવસથી ચાલી રહેલા વિરોધ પ્રદૃર્શનો દૃેશભરમાં વ્યાપક સ્વરૂપ લઈ ચૂક્યા છે. શરૂઆતમાં તેહરાનના બજારમાં વેપારીઓની હડતાળથી શરૂ થયેલું આ આંદૃોલન હવે ૩૧ પ્રાંતોના ૭૮થી વધુ શહેરોમાં ફેલાઈ ગયું છે. આ વિરોધ પ્રદૃર્શનો પાછળ મુખ્ય કારણ ઈરાની ચલણ રિયાલનું ભારે અવમૂલ્યન, વધતી જતી મોંઘવારી અને બેરોજગારી છે.
આ વિરોધ પ્રદૃર્શનો હવે માત્ર આર્થિક માંગો સુધી સીમિત નથી રહૃાા. વિદ્યાર્થીઓ, કામદૃારો, ટ્રક ડ્રાઈવરો અને સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. હાલની પરિસ્થિતિ દૃર્શાવે છે કે ઈરાન એક મોટા પરિવર્તનના કાંઠે ઊભું છે.
