Jai Hind

રણનીતિક ભાગીદૃારી અને કાઉન્ટર ટેરરિઝ્મ જેવા મુદ્દે ચર્ચા પ્રધાનમંત્રી મોદૃીએ ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુને કર્યો ફોન

મોદૃીએ ઇઝરાયલની જનતાને નવા વર્ષની શુભેચ્છા આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃી અને ઇઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહુએ બુધવારે ફોન પર વાતચીત કરી છે. આ વાતચીત દૃરમિયાન બંને નેતાઓ વચ્ચે રણનીતિક ભાગીદૃારી અને કાઉન્ટર ટેરરિઝ્મ જેવા મુદ્દે ચર્ચા થઈ છે. પીએમ મોદૃીએ એક્સ પર પોસ્ટ કરી આ જાણકારી આપી છે. પીએમ મોદૃીએ ઇઝરાયલી પ્રધાનમંત્રી અને ત્યાંની જનતાને નવા વર્ષની શુભેચ્છા આપી છે. આ સાથે બંને નેતાઓએ પ્રાદૃેશિક સ્થિતિ પર પણ ચર્ચા કરી છે. પીએમ મોદૃીએ એક્સ પર પોસ્ટ કરી લખ્યું, ’મારા મિત્ર, પ્રધાનમંત્રી બેન્ઝામિન નેતન્યાહુ સાથે વાત કરી અને તેમને અને ઇઝરાયલના લોકોને નવા વર્ષની શુભેચ્છા આપી ખુશી થઈ. અમે આવનારા વર્ષમાં ભારત-ઈઝરાયલની રણનીતિક ભાગીદૃારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. અમે ક્ષેત્રની સ્થિતિ પર પણ અમારા વિચાર વ્યક્ત કર્યા અને આતંકવાદૃ સામે વધુ મજબૂતીથી લડવાનો ઈરાદૃો પણ વ્યક્ત કર્યો.’ આ પહેલા બંને દૃેશોના પ્રધાનમંત્રીએ પાછલા વર્ષે ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના એકબીજા સાથે ફોન પર વાત કરી હતી. પીએમ નેતન્યાહુએ પીએમ મોદૃીને ફોન કર્યો અને બંને નેતાઓએ ભારત-ઈઝરાયલ રણનીતિક ભાગીદૃારીમાં સતત પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો.