Jai Hind

ભારત પર ૫૦૦% ટેરિફ લાદૃવાની ટ્રમ્પની ધમકી

રશિયા પાસ્ોથી ક્રુડત્ોલ ખરીદૃનાર ભારત-ચીન-બ્રાઝિલ હવે નિશાન પર

ભારત માટે મોટો પડકાર સર્જાશે

વોશિંગ્ટન: વેનેઝુએલાના ક્રુડતેલ મુદે હવે અમેરિકા રશિયા વચ્ચે શરૂ થયેલા તનાવ તથા વેનેઝુએલાથી ક્રુડતેલ ભરી આવી રહેલા બે રશિયન જહાજ પર અમેરિકાએ લશ્કરી પગલાની કબ્જો કરીને જે સીધો પડકાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુટીને ફેકયો છે તે પછી ભારતની રશિયન ક્રુડતેલ ખરીદી મુદે પણ હવે વધુ આકરુ વલણ અપનાવે તેવા સંકેત છે અને હવે રશિયન ક્રુડતેલ ખરીદી મુદે ભારત અને ચીન પર 500% ટેરીફ લાદી શકાય તથા એક નવા પ્રતિબંધાત્મક ખરડા પર પ્રમુખ ટ્રમ્પે સહી કરી છે અને તે હવે અમેરિકન સંસદ સમક્ષ વોટ માટે મુકાશે. જો આ ખરડો પસાર થાય તો ભારત માટે એ મોટો ફટકો હશે અને આ માસથી જ તેની અસર ભારતની નિકાસ પર જોવા મળી શકે છે. રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદનાર દેશોને શિક્ષા કરવા માટે તૈયારી કરી છે. રીપબ્લીકન સાંસદ લીડસે ગ્રેહામે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટ મુકીને આ દાવો કર્યો હતો. ગઈકાલે વ્હાઈટ હાઉસમાં એક બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને ટ્રમ્પના નિશાન પર ભારત મુખ્ય છે. તે ઉપરાંત ચીન અને બ્રાઝીલને પણ શિક્ષા કરવા માંગે છે. આ રીપબ્લીકન પક્ષના ખરડાને કેટલાક ડેમોક્રેટીક સાંસદોનો પણ ટેકો મળી રહેશે.
વિપક્ષી સાંસદ રીચાર્ડ બ્લુમેન્થલનો પણ ટેકો મળ્યો છે. અમેરિકી સાંસદે દાવો કર્યો કે આ આકરા ટેરીફ માટે આ યોગ્ય સમય છે. યુક્રેન સતત શાંતિ માટે પુટીનને કહી રહ્યું છે જે નિર્દોષ લોકોની હત્યા કરે છે તો રશિયાના યુદ્ધ મશીનને સતત ભારત-ચીન-બ્રાઝીલ ઈંધણ પુરુ પાડી રહ્યા છે. અગાઉ જ ટ્રમ્પે ભારત પર 25% રેસીપ્રોકસ-ભારત જેટલા જ જવાબી ટેરીફ લાદયા હતા. બાદમાં રશિયન ક્રુડતેલ મુદે વધારાના 25 ટકા એમ કુલ 50% ટેરીફ લાદયા છે અને બન્ને દેશો વચ્ચે અનેક તબકકાની વાટાઘાટો છતા પણ હજુ ટેરિફ મુદે સમાધાન થઈ શકયુ નથી. ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે મોદીએ મને ખુશ કરવા જોઈએ એટલે કે તે રશિયન ક્રુડતેલ ખરીદી પુર્ણ રીતે બંધ કરે અને અમેરિકી ડેરી- કૃષી પ્રોડકટને ભારતમાં નિકાસની ખુલ્લી છુટ આપે તો અમેરિકા ટેરીફ ઘટાડશે.