Jai Hind

ઓઈલ ટેન્કર વિવાદૃ હવે પરમાણુ ઉંબરે રશિયાએ અમેરિકાને આપી ‘પરમાણુ હુમલાની ધમકી

ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકી સેના દ્વારા રશિયન લેગ ધરાવતા ઓઈલ ટેન્કર ‘મરીનેરાને જપ્ત કરવામાં આવતા રશિયા અને અમેરિકા વચ્ચે ગંભીર સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. રશિયાના સંરક્ષણ સમિતિના વરિષ્ઠ સભ્ય અને સાંસદૃ એલેક્સી ઝુરાવલેવે આ ઘટનાને ‘ખુલ્લી ચાંચિયાગીરી ગણાવી અમેરિકાને પરમાણુ હુમલાની ગંભીર ધમકી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રશિયન લેગ હેઠળના જહાજ પરનો હુમલો એ રશિયન પ્રદૃેશ પરના હુમલા સમાન છે, અને રશિયાની સૈન્ય નીતિ આવી સ્થિતિમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની મંજૂરી આપે છે.રશિયન સાંસદૃે સોશિયલ મીડિયા પર આક્રમક નિવેદૃન આપતા કહૃાું કે, અમેરિકાને રોકવા માટે રશિયાએ સૈન્ય સ્તરે વળતો જવાબ આપવો જોઈએ. તેમણે ભલામણ કરી હતી કે રશિયાએ અમેરિકન કોસ્ટ ગાર્ડની બોટ પર ટોર્પિડોથી હુમલો કરી તેને ડૂબાડી દૃેવી જોઈએ. ઝુરાવલેવે આક્ષેપ કર્યો હતો કે વેનેઝુએલામાં કરેલી કાર્યવાહી બાદૃ અમેરિકા બેફામ બન્યું છે અને તેને પાઠ ભણાવવો જરૂરી છે. અહેવાલો છે કે આ જપ્ત કરાયેલા જહાજની આસપાસ રશિયન સબમરીન અને અન્ય યુદ્ધ જહાજો પહેલેથી જ તૈનાત હોવાથી સમુદ્રમાં ગમે ત્યારે અથડામણ થવાની ભીતિ સેવાઈ રહી છે.
બીજી તરફ, અમેરિકાના યુરોપિયન કમાન્ડે દૃાવો કર્યો છે કે આ ટેન્કર અમેરિકી પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહૃાું હતું. વેનેઝુએલા નજીક પખવાડિયા સુધી પીછો કર્યા બાદૃ, અમેરિકી ફેડરલ કોર્ટના વોરંટના આધારે કોસ્ટ ગાર્ડ દ્વારા આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમેરિકાના મતે, આ જહાજ અગાઉ વર્ષ ૨૦૨૪ માં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદૃ તેનું નામ બદૃલીને ‘મરીનેરા રાખવામાં આવ્યું હતું.
રશિયાના પરિવહન મંત્રાલયે આ કાર્યવાહીની િંનદૃા કરતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય કાયદૃા મુજબ ખુલ્લા સમુદ્રમાં કોઈ પણ દૃેશ અન્ય દૃેશના જહાજ પર બળપ્રયોગ કરી શકે નહીં.