હજારથી વધુ રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય પતંગબાજો ભાગ લેશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આવતીકાલે તા.૧૨ના રોજ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાત્ો ‘આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ-૨૦૨૬નું ઉદ્ઘાટન કરનાર છે ત્ો પ્રસંગ્ો જર્મનીના ચાન્સ્ોલર ફ્રેડરીક મર્ઝ ઉપસ્થિત રહેનાર છે. શહેરમાં ચુસ્ત પોલીસ બંદૃોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે.
કાલે યોજનારા આ પતંગ મહોત્સવમાં ૫૦ દૃેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રિય પતંગબાજો સહભાગી થશે ત્ોમજ ગુજરાત સહિતના દૃેશના ૧૪ રાજ્યમાંથી ૯૩૬થીવધુ પતંગબાજો ભાગ લેનાર છે.
પતંગ મહોત્સવની મુલાકાત્ો આવનારા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ અન્ો ૧૫ ફૂડસ્ટોલ પણ કાર્યરત રહેશે. આંતરરાષ્ટ્રિય અન્ો રાષ્ટ્રિય પતંગબાજોની વિવિધ પ્રકારની રંગબ્ોરંગી મોટી પતંગો આકાશમાં લહેરાવશે જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. તા.૧૩મીની રાત્રે પતંગ ઉડાનનું આયોજન કરવામાં આવ્યું છે.