Jai Hind

અમેરિકા સાથેના ટ્રેડ ડીલમાં વિલંબ ભારતના આર્થિક વિકાસ માટે ખતરો નથી

ભારતનું અર્થતંત્ર અમેરિકા પર સંપ્ાૂર્ણપણે નિર્ભર નથી:અર્થશાસ્ત્રી આશિમા ગોહેલ

ભારત અને અમેરિકા વચ્ચેનો પ્રસ્તાવિત વેપાર સોદૃો છેલ્લા કેટલાક સમયથી અટવાયેલો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૫૦૦% ટેરિફની ધમકી આપવામાં આવતા આ મુદ્દે વધુ ચર્ચા શરૂ થઈ છે. છતાં, ભારતીય અર્થશાસ્ત્રી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના ભૂતપૂર્વ સભ્ય આશિમા ગોયલ માને છે કે આ વિલંબ ભારતના આર્થિક વિકાસ માટે કોઈ મોટો ખતરો નથી.
આશિમા ગોયલના કહેવા મુજબ, ભારતનું અર્થતંત્ર અમેરિકા પર સંપૂર્ણપણે નિર્ભર નથી. આજે વૈશ્ર્વિક અર્થતંત્રમાં ઉભરતા બજારોનો ફાળો ૫૦ ટકા કરતાં વધુ છે. એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા જેવા પ્રદૃેશોમાં નવા વેપાર અને રોકાણના અવસર ઊભા થઈ રહૃાા છે. આવા સંજોગોમાં ભારત પાસે અમેરિકાને સિવાય પણ અનેક વિકલ્પો ઉપલબ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતની અમેરિકા પરની વેપારિક નિર્ભરતા જાપાન અને દૃક્ષિણ કોરિયા જેવા દૃેશોની તુલનામાં ઓછી છે. એટલે કે, જો અમેરિકાની તરફથી કોઈ અવરોધ કે ટેરિફ આવે, તો તેની અસર ભારત પર મર્યાદિૃત રહેશે. ભારત ધીમે ધીમે અન્ય દૃેશો સાથે વેપાર સંબંધો મજબૂત કરી રહૃાું છે, જે લાંબા ગાળે લાભદૃાયી સાબિત થશે.