Jai Hind

અમેરિકામાં શ્રીધર-પ્રમિલાના છૂટાછેડાના કેસમાં વિવાદૃ ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુને છૂટાછેડા રૂ.૧૫ હજાર કરોડમાં પડે તેવી શક્યતા

સ્વદૃેશી ટેક્નોલોજી કંપની ઝોહોના સ્થાપક અને સીઈઓ શ્રીધર વેમ્બુ કેલિફોર્નિયામાં પત્ની પ્રમિલા સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસ મુદ્દે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ કેસમાં કેલિફોર્નિયાની કોર્ટે શ્રીધર વેમ્બુને ૧.૭ અબજ ડોલર એટલે કે અંદૃાજે રૂ. ૧૫,૨૭૮ કરોડના બોન્ડ જમા કરાવવા આદૃેશ આપ્યો છે, જેને પગલે અમેરિકામાં ભારતીય કંપનીના સીઈઓના છૂટાછેડા ભારતના સૌથી મોંઘા છૂટાછેડા બનવાની શક્યતા છે. જોકે, શ્રીધર વેમ્બૂના વકીલે કોર્ટના આદૃેશ સામે અપીલ કરવામાં આવી હોવાનો દૃાવો કર્યો છે.
ભારતીય કંપની ઝોહોના સીઈઓ શ્રીધર વેમ્બૂ આઈઆઈટી મદ્રાસમાંથી ગ્રેજ્યુએશન કર્યા પછી વધુ અભ્યાસ માટે વર્ષ ૧૯૮૯માં પ્રિન્સ્ટન યુનિવર્સિટી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઈલેક્ટ્રિકલ એન્જિનિયિંરગમાં પીએચડી કરી હતી. ત્યાર પછી ચાર વર્ષ સુધી ૧૯૯૩માં તેમણે આંત્રપ્રિન્યોર પ્રમિલા શ્રીનિવાસન સાથે લગ્ન કરી લીધા હતા. શ્રીધર વેમ્બુએ વર્ષ ૧૯૯૬માં પોતાના સાથીઓ સાથે મળીને એડવેન્ટનેટ નામની એક સોટવેર કંપની શરૂ કરી અને વર્ષ ૨૦૦૯માં તેનું નામ બદૃલીને ઝોહો કોર્પોરેશન કરી દૃીધું. શ્રીધર વેમ્બુ અને પ્રમિલા શ્રીનિવાસન કેલિફોર્નિયામાં લગભગ ત્રણ દૃાયકા રહૃાા. આ દૃંપત્તિને ૨૬ વર્ષનો પુત્ર પણ છે.
શ્રીધર વેમ્બૂ અને તેમની પત્ની પ્રમિલા શ્રીનિવાસન વચ્ચે છૂટાછેડાનું મુખ્ય કારણ કસ્ટડી અને ઝોહોમાં ભાગીદૃારી અંગે છે. આ છૂટાછેડામાં વિવાદૃનું કારણ કેલિફોર્નિયામાં રહેતી વખતે દૃંપતિ દ્વારા જમા કરવામાં આવેલી વૈવાહિક સંપત્તિનું વિભાજન છે.
તેમણે આક્ષેપ કર્યો છે કે શ્રીધર વેમ્બુ તેમને અને પૂત્રને છોડીને ભારત જતા રહૃાા. વેમ્બુએ જટીલ ટ્રાન્ઝેક્શન મારફત ઝોહોના શૅર તેમની જાણ અથવા સહમતિ વિના ભારત ટ્રાન્સફર કરી દૃીધા. વર્ષ ૨૦૧૯માં વેમ્બૂ ભારત પાછા આવી ગયા અને તમિલનાડુના પોતાના પૈતૃક ગામ મથલમપરાઈથી ઝોહોનું કામ જોવા લાગ્યા. ફોર્બ્સના રિપોર્ટ મુજબ વેમ્બુએ ઓગસ્ટ ૨૦૨૧માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પ્રમિલા શ્રીનિવાસને આક્ષેપ કર્યો કે વેમ્બૂએ કંપનીના મોટાભાગના શૅર પોતાની બહેન રાધા વેમ્બૂ અને ભાઈ શેખરને આપી દૃીધા છે. હાલમાં રાધા પાસે કંપનીમાં અંદૃાજે ૪૭.૮ ટકા ભાગીદૃારી છે જ્યારે વેમ્બૂ ટેક્નોલોજીના સંસ્થાપક શેખર પાસે ૩૫.૨ ટકા હિસ્સો છે.