Jai Hind

જર્મનીની 2000થી વધુ કંપનીઓ ભારતમાં પ્રવેશ માટે આતુર: ચાન્સેલર ફ્રેડરીક

આજે અમદાવાદ પહોંચેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી મંદિર ખાતે ભારત, જર્મની દ્વીપક્ષી મંત્રણા બાદ બંને દેશો વચ્ચેના વ્યાપાર 50 બિલિયન ડોલરને પાર થઈ ગયા હોવાનું જણાવતા જર્મનીના ચાન્સેલર એ ઉમેર્યુ હતું કે વડાપ્રધાન મોદીએ મને ગુજરાત બોલાવ્યો તે મારા માટે બહુ ખાસ સન્માન છે અને અમે ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને વધુ મહત્વ આપીએ છીએ તથા જર્મનીની 2000થી વધુ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માટે આતુર છે. બંને દેશો વચ્ચે ટેકનોલોજીનો સહયોગ વધુ મજબૂત બનશે તેવું જણાવતા મર્ઝે કહ્યું કે ભારત-જર્મની સેન્ટર ઓફ એકસલન્સની પણ સ્થાપના કરવામાં આવશે.
બંને રાષ્ટ્રવડાઓ આજે સવારથી સાથે હતા અને સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધી હતી અને જણાવ્યું હતું કે ગ્રીન હાઈડ્રોજન સહિતના પ્રોજેકટમાં બંને દેશો આગળ વધશે.