નેપાળમાં આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો તેજ થયો છે. રવિવારે રાજધાની કાઠમંડુમાં સેંકડો રાજાશાહી સમર્થકોએ રસ્તા પર ઉતરીને દૃેશમાં ફરીથી રાજાશાહી સ્થાપિત કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી હતી. ૧૮મી સદૃીમાં શાહ વંશનો પાયો નાખનાર પૃથ્વી નારાયણ શાહની જન્મજયંતિના અવસરે આયોજિત આ રેલીમાં પ્રદૃર્શનકારીઓએ અમે અમારા રાજાને પ્રેમ કરીએ છીએ અને રાજાને પાછા લાવો જેવા નારા લગાવ્યા હતા. નોંધનીય છે કે જેન-ઝી આંદૃોલન અને ત્યારબાદૃ સપ્ટેમ્બરમાં થયેલી િંહસા પછી રચાયેલી વચગાળાની સરકારના શાસનકાળમાં મોટી સંખ્યામાં રાજશાહી સમર્થકોની રસ્તા પર ઉતર્યા હતા.