Jai Hind

રશિયા, ઈરાન, અફઘાનીસ્તાન સહિત 75 દેશોના નાગરિકોને અમેરિકા હાલ વીઝા નહીં આપે

અમેરિકા 75 દેશોના નાગરિકો માટે વીઝા પ્રક્રિયા અસ્થાયી રીતે રોકવા જઈ રહ્યું છે, તેમાં રશિયા, ઈરાન, ઈરાક સહિતના દેશો સામેલ છે. જયાં સુધી વેરિફીકેશનની પ્રક્રિયાની તપાસ બીજી વાર પુરી ન થઈ જાય ત્યાં સુધી આ રોક 21 જાન્યુઆરીથી લાગુ રહેશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયે (સ્ટેટ ડિપાર્ટમેન્ટ) 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી દીધી છે. આ દેશોમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઈરાક, નાઈજીરિયા અને બ્રાઝિલ જેવા દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પ સરકારનો તર્ક છે કે, આ પગલા પાછળનું મુખ્ય કારણ એવા અરજદારો પર નજર રાખવાનું છે.
જેમના અમેરિકામાં ’પબ્લિક ચાર્જ’ (સરકારી સહાય પર નિર્ભર) બનવાની સંભાવના વધુ છે. આ પ્રતિબંધો 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા છે અને તે અનિશ્ર્ચિતકાળ સુધી અમલમાં રહેશે.
વિદેશ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક મેમો અનુસાર, આ પગલું એવા અરજદારો માટે લેવાયું છે જેમના ભવિષ્યમાં સરકારી સહાયતા પર નિર્ભર થવાની શક્યતા જણાય છે. વિભાગ હવે વિઝા સ્ક્રીનિંગ અને તપાસની પ્રક્રિયાઓનું પુન:મૂલ્યાંકન કરશે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી નવી સુરક્ષા પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ જાય. વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટના જણાવ્યા અનુસાર, અમેરિકા પોતાની સત્તાનો ઉપયોગ એવા લોકોને અટકાવવા માટે કરશે જે અમેરિકી જનતાના ટેક્સના પૈસાનો ફાયદો ઉઠાવીને વેલફેર (કલ્યાણકારી યોજનાઓ) પર નિર્ભર થઈ જાય છે.