Jai Hind

આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઇ! મારિયા મચાડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો

વેનેઝુએલામાં ચાલી રહેલા ગંભીર રાજકીય સંકટ વચ્ચે, વિપક્ષી નેતા અને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતે રાજકીય ગરમાવો વધારી દૃીધો છે. આ મુલાકાત બાદૃ મચાડોએ દૃાવો કર્યો કે તેમણે પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર મેડલ ટ્રમ્પને ભેટમાં આપ્યો હતો. આ ગિટ ડિપ્લોમસીએ વોિંશગ્ટનથી લઈને કરાકસ સુધી નવી રાજકીય અટકળોને જન્મ આપ્યો છે.આ બહુચર્ચિત બેઠક ગુરુવારે વ્હાઇટ હાઉસમાં લંચ પર યોજાઈ હતી, જે આ મહિનાની શરૂઆતમાં અમેરિકાની આગેવાની હેઠળના ઓપરેશનમાં પૂર્વ પ્રમુખ નિકોલસ માદૃુરોની ધરપકડ બાદૃ થઈ છે. એક કલાકથી વધુ ચાલેલી ચર્ચા બાદૃ જ્યારે મચાડો વ્હાઇટ હાઉસમાંથી બહાર નીકળ્યા, ત્યારે તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સમર્થકોને કહૃાું, આપણે પ્રમુખ ટ્રમ્પ પર વિશ્ર્વાસ કરી શકીએ છીએ. નોબેલ પુરસ્કારની ભેટ અને નિયમો જ્યારે મચાડોને પૂછવામાં આવ્યું કે શું ટ્રમ્પે તેમના દ્વારા આપવામાં આવેલો મેડલ સ્વીકાર્યો છે, તો તેમણે જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર આપતી સંસ્થા પહેલા જ સ્પષ્ટ કરી ચૂકી છે કે નિયમો અનુસાર પુરસ્કારને ટ્રાન્સફર કે શેર કરી શકાતો નથી.બીજી તરફ, મારિયા કોરિના મચાડો વ્હાઇટ હાઉસમાંથી એક ગિટ બેગ લઈને બહાર નીકળ્યાં, જેના પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લખેલું હતું. આ લાલ રંગની બેગમાં શું હતું તે સ્પષ્ટ થયું નથી.મચાડો અંગે અમેરિકાનું વલણ વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લીવિટે મચાડોને વેનેઝુએલાના લોકોનો ‘નોંધપાત્ર અને સાહસી અવાજ ગણાવ્યો હતો, પરંતુ સાથે જ પુનરોચ્ચાર કર્યો કે તેમના નેતૃત્વની સંભાવનાઓ અંગે ટ્રમ્પનું મૂલ્યાંકન બદૃલાયું
નથી.
ટ્રમ્પ પહેલા પણ કહી ચૂક્યા છે કે નેતૃત્વ કરવા માટે તેમને પૂરતું સ્થાનિક સમર્થન પ્રાપ્ત નથી.નોબેલ પુરસ્કાર વિજેતા હોવા છતાં, મચાડોને અમેરિકી અધિકારીઓ તરફથી મિશ્ર પ્રતિસાદૃ મળ્યો છે. એક તરફ ટ્રમ્પે તેલ અને અન્ય મુદ્દાઓ પર સહયોગ માટે અંતરિમ પ્રમુખ ડેલ્સી રોડ્રિગેઝની જાહેરમાં પ્રશંસા કરી છે,