Jai Hind

૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વેપાર ૨૦૦ અબજ ડોલર સુધી પહોંચાડાશે

યુએઈના રાષ્ટ્રપતિ શેખ ઝાયદૃ અન્ો પીએમ મોદૃી સાથેની બ્ોઠકમાં મહત્ત્વના નિર્ણયો: ગુજરાત માટે બ્ો મોટા નિર્ણયો: ગિટ સિટીમાં ડીપી વર્લ્ડ અન્ો ફર્સ્ટ અબુધાબી બ્ોંકની શાખાઓ સ્થપાશે

યુએઈના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદૃ બિન ઝાયદૃ અલ નાહૃાાન સોમવારે ૨ થી ૩ કલાકની ભારતની મુલાકાતે ભારત પહોંચ્યા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ સાંજે ૪:૩૦ કલાકે પ્રોટોકોલ તોડીને દિૃલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
જે બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદૃ અને તેમના પરિવારનું દિૃલ્હીમાં પોતાના નિવાસસ્થાન લોક કલ્યાણ માર્ગ પર પણ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાશ્મીરની પશ્મિના શાલ તથા ગુજરાતનો નકશીકામ કરેલો હીંચકો ભેટમાં આપ્યો હતો. મહત્વનું છે કે યુએઈના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદૃ બિન ઝાયદૃ અલ નાહૃાાને છેલ્લા ૧૦ વર્ષોમાં ભારતની ૫મી વખત યાત્રા કરી છે અને યુએઈના રાષ્ટ્ર પ્રમુખ તરીકે તેમની ત્રીજી સત્તાવાર ભારતની યાત્રા છે.
દિૃલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને રાષ્ટ્ર પ્રમુખ શેખ ઝાયદૃ વચ્ચે થયેલી બેઠકની માહિતી આપતા વિદૃેશ સચિવ વિક્રમ મિસરીએ કહૃાું હતું કે વેપારના મોરચે ૨૦૨૨માં બંને દૃેશોએ વ્યાપક આર્થિક ભાગીદૃારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જે પછી બંને દૃેશો વચ્ચે ૧૦૦ બિલિયન ડોલરનો કારોબાર થયો છે. તેને જોતાં બંને નેતાઓએ લક્ષ્યને વધારવાનો નિર્ણય કર્યો છે. જે ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વેપાર બમણો કરી ૨૦૦ અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત માટે બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન : ગુજરાતના ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ટ્રેિંનગ સ્કૂલ, ગ્રીનફિલ્ડ પોર્ટ અને સ્માર્ટ અર્બન ટાઉનશિપના વિકાસ માટે ેંછઈની ભાગીદૃારી અંગે ચર્ચા કરવામાં આવી છે.ગિટ સિટી : ગિટ સિટીમાં ’ડીપી વર્લ્ડ’ અને ’ફર્સ્ટ અબુ ધાબી બેંક’ ની શાખાઓની સ્થાપના કરશે.મુખ્ય આર્થિક અને વ્યૂહાત્મક પહેલદ્વિપક્ષીય વેપાર: બંને દૃેશોએ ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વેપારને ૨૦૦ અબજ યુએસ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય રહેશે.