ગાઝામાં ‘શાંતિદૃૂત બનશે ભારત!
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીને ગાઝા માટે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંગઠન ‘બોર્ડ ઓફ પીસમાં જોડાવવા આમંત્રણ આપ્યું છે.
આ બોર્ડનો હેતું ગાઝામાં શાંતિ, પુન: નિર્માણ અને નવી શાસન વ્યવસ્થાને આગળ વધારવાનો છે. આ બોર્ડ ૧૫ જાન્યુઆરીના રોજ ટ્રમ્પની ૨૦ પોઈંટવાળી શાંતિ યોજનાના બીજા ચરણ હેઠળ બનાવવામાં આવ્યું છે. બોર્ડનું મુખ્ય કાર્ય ગાઝાને હથિયારોથી મુક્ત કરી ત્યાં માનવતાવાદૃી સહાય પહોંચાડવા, નાશ પામેલા માળખાનું પુનર્નિર્માણ કરવા અને ટેકનિકલ પેલેસ્ટિનિયન વહીવટ સ્થાપવાનું છે. દૃેખરેખ નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા દ્વારા કરવામાં આવશે, જેનું નેતૃત્વ પેલેસ્ટાઈનના ભૂતપૂર્વ અધિકારી અલી શાથ કરી રહૃાા છે. ટ્રમ્પે કહૃાું છે કે અત્યાર સુધીનું સૌથી મહાન અને પ્રતિષ્ઠિત બોર્ડ છે, બોર્ડની કાર્યકારી સમિતિમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ(વિદૃેશ મંત્રી) માર્કો રુબિયો, પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર, ટ્રમ્પના જમાઈ અને સલાહકાર જેરેડ કુશનર, ટ્રમ્પના વિશેષ દૃૂત સ્ટીવ વિટકોફ અને વિશ્ર્વ બેંકના અધ્યક્ષ અજય બંગા, અબજોપતિ ઉદ્યોગપતિ માર્ક રોવન અને સલાહકાર રોબર્ટ ગેબ્રિયલનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે ટ્રમ્પે ગાઝા બોર્ડ ઓફ પીસ માટે દૃુનિયાના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
