Jai Hind

મને નોબેલ પુરસ્કાર ન આપ્યો તેથી હવે શાંતિની જવાબદૃારી મારી નથી

ટ્રમ્પે સ્વિકાર કર્યો છે કે, તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાના કારણે ગુસ્સે થયા છે અને આ જ કારણે તેઓ ગ્રીનલેન્ડ પર કબજો કરવા મથી રહૃાા છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ‘શાંતિ નોબેલ પુરસ્કાર ન મળતા તેઓ દૃાદૃાગીરી પર ઉતરી આવ્યા હોવાનો અને ખૂબ ગુસ્સે થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
વાસ્તવમાં ટ્રમ્પને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરેને મોકલેલો પત્ર લીક થયો છે. તેમાં નોબેલ પુરસ્કાર અને ગ્રીનલેન્ડનો ઉલ્લેખ થયો છે. આ ચોંકાવનારી માહિતી સામે આવ્યા બાદૃ હડકંપ મચી ગયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રમાં લખ્યું છે કે, વિશ્ર્વમાં શાંતિ સ્થાપવા માટેનો વિચાર કરવાની જવાબદૃારી તેમની નથી. ટ્રમ્પે સ્વિકાર કર્યો છે કે, તેઓ નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાના કારણે ગુસ્સે થયા છે અને આ જ કારણે તેઓ ગ્રીનલેન્ડ પર કબજો કરવા મથી રહૃાા છે. આ તમામ માહિતી પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસે આપી છે. ટ્રમ્પના પત્ર પરથી લાગી રહૃાું છે કે, નોબેલ પુરસ્કાર ન મળતાં તેમનું વૈશ્ર્વિક મુદ્દાઓ જોવાનું વલણ બદૃલાઈ ગયું છે. તેમણે લખ્યું છે કે, ‘મારા દૃેશે આઠથી વધુ યુદ્ધ અટકાવ્યા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર ન અપાયો. તેથી મને લાગી રહૃાું છે કે, મને હવે ફક્ત શાંતિ વિશે વિચારવાની કોઈ ફરજ નથી લાગતી.
જોકે હંમેશા શાંતિ મુખ્ય બાબત છે, પરંતુ હવે હું તે વિચારી શકું છું કે, અમેરિકા માટે શું યોગ્ય છે.
ટ્રમ્પે પત્રમાં કહૃાું છે કે, શાંતિની દિૃશામાં કામ કરવા છતાં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો નથી, તેથી હવે તેઓ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની દિૃશામાં કડક પગલા ભરી શકે છે.
ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે ડેનમાર્કનો ભાગ છે, પરંતુ ટ્રમ્પના પત્રમાં આ દૃાવાને રદૃીયો અપાયો છે. તેમણે ડેનમાર્કની સંપ્રભુતા પર પણ સવાલો ઉઠાવ્યા તર્ક આપ્યો છે કે, રશિયા કે ચીન ડેનમાર્કના દ્વીપ ગ્રીનલેન્ડનું રક્ષણ નહીં કરી શકે. ટ્રમ્પે કહૃાું કે, ‘ડેનમાર્ક ગ્રીનલેન્ડને રશિયા કે ચીનથી સુરક્ષિત નહીં રાખી શકે, તો પછી તેની પાસે માલિકી હક કેમ છે? ગ્રીનલેન્ડ ડેનમાર્કનું હોવાનો કોઈ લેખિત દૃસ્તાવેજ પણ નથી. વાત માત્ર એટલી છે કે, હજારો વર્ષ પહેલા ત્યાં માત્ર એક હોડી પહોંચી હતી, પરંતુ અમારી હોડીઓ પણ ત્યાં પહોંચી હતી.
નોર્વેના વડાપ્રધાન સ્ટોરે સ્થાનીક સમાચાર પત્રથી પુષ્ટિ કરી છે કે, તેમને ટ્રમ્પનો આ સંદૃેશ મળ્યો છે. તેમણે કહૃાું કે, તેમણે ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખ એલેક્ઝાન્ડર સ્ટબ્બ સાથે મળીને ટ્રમ્પને એક પત્ર મોકલ્યો હતો, જેમાં નોર્વે, ફિનલેન્ડ સહિત ઘણા દૃેશો પર ટેરિફ લગાવવાનો વિરોધ કરાયો હતો.