Jai Hind

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક

ટ્રમ્પને નેતન્યાહૂએ હુમલો ન કરવા મનાવ્યાં

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાતા છેલ્લી ઘડીએ મોટો વળાંક આવ્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વિનંતી કરી હતી કે તેઓ અત્યારે ઈરાન પર હુમલો ન કરે.
નેતન્યાહૂનો તર્ક હતો કે જો ઈરાન વળતો પ્રહાર કરશે, તો ઇઝરાયલ અત્યારે તેને સહન કરવા કે તેનો સામનો કરવા માટે પૂરેપૂરું તૈયાર નથી.
નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર લાંબી વાતચીત રિપોર્ટ મુજબ, ૧૪ જાન્યુઆરીએ બંને નેતાઓ વચ્ચે ફોન પર લાંબી ચર્ચા થઈ હતી. નેતન્યાહૂએ ટ્રમ્પને સ્પષ્ટ કહૃાું હતું કે, ’જ્યાં સુધી અમેરિકા આ વિસ્તારમાં ઈરાની મિસાઈલો અને ડ્રોનને રોકવા માટે પૂરતું સૈન્ય બળ તૈનાત ન કરે, ત્યાં સુધી ઇઝરાયલ પોતાની રક્ષા કરવા સક્ષમ નથી. આ ઉપરાંત, સાઉદૃી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદૃ બિન સલમાને પણ ટ્રમ્પ સાથે વાત કરીને પ્રાદૃેશિક સુરક્ષાના કારણોસર હુમલો ન કરવાની સલાહ આપી હતી.