Jai Hind

ગ્રીનલેન્ડમાં ‘નાટો યુધ્ધ અભ્યાસ શરૂ કરો, ફ્રાન્સ સેના મોકલશે

ગુંડાગીરી નહીં, સન્માનથી વાત કરો: આં.રા. કાયદૃાનું પાલન કરો, ટ્રમ્પન્ો મેક્રોનની ચેતવણી

ટ્રમ્પન્ો પડકાર ફેંકતા મેક્રોન્ો કહૃાું ‘ધમકીઓ આગળ યુરોપ ઝુકશે નહી અન્ો ડરશે નહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાલમાં જે દૃેશમાંથી બરાબરની ટક્કર મળી રહી છે, તે ફ્રાન્સ છે. ગ્રીનલેન્ડના મુદ્દા પર ટ્રમ્પ ફ્રેન્ચ રાષ્ટ્રપતિને ઘણું બધું કહી ચૂક્યા છે. બંનેની વચ્ચે વિવાદૃ એ હદૃ સુધી પહોંચી ગયો છે કે ટ્રમ્પે મેક્રોના મેસેજ પણ જાહેર કરી દૃીધા. પહેલા તો ગ્રીનલેન્ડ પર ટ્રમ્પને સંભળાવી ચૂકેલા ફ્રાન્સે હવે ત્યાં નાટોના સૈન્ય અભિયાનની માગ કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ તેમાં સંપૂર્ણ સહયોગ આપવાનો દૃાવો કર્યો છે. મૈક્રોના નાટો અભ્યાસવાળું નિવેદૃન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે વિશ્ર્વ આર્થિક મંચનો ઉપયોગ ગ્રીનલેન્ડને મેળવવા માટે કરવાના છે. યુરોપીય વિરોધ છતાં ગ્રીનલેન્ડને પ્રાપ્ત કરવાની પોતાની કોશિશને સતત વધારી રહૃાા છે. મંગળવારે દૃાવોસમાં મૈક્રોએ કહૃાું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં.
મંગળવારે દૃાવોસમાં મૈક્રોએ કહૃાું હતું કે યુરોપ ધમકીઓની આગળ ઝૂકશે નહીં અને ડરશે પણ નહીં. આ ટ્રમ્પની એ ધમકીની ટીકા હતી, જેમાં તેમણે કહૃાું હતું કે જો યુરોપ તેમને ગ્રીનલેન્ડ પર કબજો કરવા નહીં દૃે તો તેઓ ભારે ટેરિફ લગાવશે. મૈક્રોએ ટેરિફને બેવકૂફી ભરેલું અને બિનજરૂરી આક્રમકતા ગણાવી હતી. તેમણે ટ્રમ્પે બોર્ડ ઓફ પીસને સંયુક્ત રાષ્ટ્રનો વિકલ્પ માનવાની પણ ના પાડી દૃીધી. જેના કારણે ટ્રમ્પ વધારે ગુસ્સે થયા. તેમણે દૃાવોસમાં નાટો પરિણામોની ચેતવણી આપી છે કે ગ્રીનલેન્ડને લઈને ટ્રમ્પની રણનીતિ ગઠબંધનને ખતરામાં નાખી શકે છે.
ફ્રાન્સના આ નિવેદૃનને લઈને જ્યારે દૃાવોસમાં ટ્રમ્પના નાણામંત્રી સ્કોટ બેસેંટને સવાલ કર્યો તો તેમણે ફ્રાન્સની મજાક ઉડાવી. તેમણે આ દૃેશના રાષ્ટ્રપતિને ખસ્તાહાલ બજેટ તરફ ધ્યાન આપવાની સલાહ આપી દૃીધી.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચેનો વિવાદૃ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. સ્વિટ્ઝરલેન્ડના દૃાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ(ઉઈહ્લ)ને સંબોધિત કરતા મેક્રોને ટ્રમ્પની ધમકીઓનો જડબાતોડ જવાબ આપ્યો છે. મેક્રોનએ સ્પષ્ટ કર્યું કે ફ્રાંસ ધમકીઓ કે ગુંડાગીરી સામે ઝૂકશે નહી, સન્માનથી વાત કરો અને આંતરરાષ્ટ્રીય કાયદૃાઓનું સન્માન થવું જોઈએ. આ વિવાદૃની શરૂઆત ત્યારે થઈ જ્યારે ટ્રમ્પે ફ્રાંસની પ્રખ્યાત વાઈન અને શેમ્પેઇન પર ૨૦૦% ટેરિફ લગવવાની ચેતવાની આપી. ટ્રમ્પની નારાજગીનું કારણ કારણ એ છે કે ફ્રાંસે ગાઝાના વહીવટ માટે ટ્રમ્પ દ્વારા બનવવામાં આવેલા ‘નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા(દ્ગઝ્રછય્) અથવા ‘પીસ બોર્ડમાં જોડાવાનો ઇનકાર કર્યો છે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર મેક્રોનનો એક ખાનગી મેસેજ પણ લીક કર્યો, જેમાં મેક્રોનએ ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના વલણ પર સવાલ ઉઠાવ્યા હતા.