નવી દિલ્હી: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયા સામે ટેરીફની ધમકી અને તેનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે પણ આ ટેરીફનો માર ખુદ અમેરિકી જનતા જ ભોગવી રહી છે. ભારત પર 50% ટેરિફ બાદ પણ ભારતીય નિકાસકારોએ તેના અમેરિકામાં નિકાસ થતા માલ કે સેવાના દરમાં કોઈ ઘટાડો કર્યો નથી તેના બદલે અમેરિકામાં થતી નિકાસ 18થી24% ઘટાડીને વિશ્ર્વના અન્ય દેશોમાં નવા-બજારોમાં નવા વર્તમાન માર્કેટમાં તેના ઉત્પાદનો વેચવાનું શરૂ કર્યુ છે જેની ભારત પરના 50% ટેરીફ પછી ઉંચી કિંમત અમેરિકી જનતા જ ભોગવે છે. હાલ દાવોસમાં કેઈલ ઈન્સ્ટીટયુટ દ્વારા વર્લ્ડ ઈકોનોમી ફોરમની ચાલી રહેલી બેઠકમાં આ અંગેનો રિપોર્ટ અપાયો હતો. જર્મની સ્થિત આ સંસ્થાએ બે તારણો રજુ કર્યા હતા જેમાં પ્રથમ જો ટેરીફ વધારો ભારતના નિકાસકારોએ સહન કરીને તેના ઉત્પાદનના ભાવ ઘટાડવા હોય તો અમેરિકી બજારમાં તે તેના અન્ય યુરોપીયન દેશોમાં તે જ ઉત્પાદનોની થતી નિકાસના ભાવ પણ ઘટાડવાની ફરજ પડી હોત, જેણે ભારત પર કોઈ નવા ટેરીફ લાદયા નથી પણ અમેરિકા અને અન્ય દેશોની નિકાસના ભાવ સમાન જ રહ્યા છે. જો કે તેનો અર્થ એ નથી કે અમેરિકાના ઉંચા ટેરીફની ભારતને કોઈ ચિંતા નથી. ભારતની અમેરિકામાં નિકાસ 1.83% ઘટી છે અને 6.88 બીલીયન ડોલર જ થઈ છે. ખાસ કરીને જેમ્સ જવેલરીની નિકાસ 44% ઘટી છે. ભારતીય નિકાસકારોને 50% ટેરીફનો સામનો કરવા 33% ભાવ ઘટાડવા ફરજ પડી હોત પણ તે કર્યુ નથી તે દર્શાવે છે કે અમેરિકનોને જ ટેરીફની અસર થઈ છે.