હજારો ભારતીય પ્રોફેશનલ્સની મુશ્કેલી વધી
અમેરિકામાં કામ કરી રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ સામે મોટી પરેશાની ઉભી થઈ છે. ભારતમાં અમેરિકી દૂતાવાસમાં એચ-1બી વીઝા સ્ટેમ્પીંગ માટે ઈન્ટરવ્યુની તારીખો એક વર્ષ સુધી ભરાઈ ગઈ છે. નવી તારીખો 2027 સુધી નથી મળી રહી. નવા નિયમો મુજબ નવા વીઝા કે રિન્યુઅલ માટે સ્ટેમ્પીંગ પોતાના દેશમાં જ થઈ શકે છે.
2025થી શરૂ થઈ સમસ્યા: સમસ્યા ડિસેમ્બર 2025થી શરૂ થઈ ત્યારે સેંકડો વીઝાધારકો ભારત આવીને ફસાઈ ગયા હતા. ડિસેમ્બરમાં નકકી ઈન્ટરવ્યુનું માર્ચ 2026માં શિફટ કરાયા બાદમાં તેમને ઓકટોબર 2026 અને હવે અનેક મામલામાં 2027 સુધી ટાળી દેવામાં આવ્યા છે. હાલ તો હાલત સુધરવાના કોઈ એંધાણ નથી.
નવા નિયમોથી મુશ્કેલી વધી: 15 ડિસેમ્બર 2025થી અમેરિકાએ રોજગાર આધારિત વીઝા આવેદકોના સોશિયલ મીડીયા તપાસ જરૂરી બનાવી લીધી છે. આથી દરેક આવેદનની તપાસમાં વધુ સમય લાગ્યો અને રોજ થતા ઈન્ટરવ્યુની સંખ્યા ઘટી ગઈ છે.