Jai Hind

બંકર વિવિધ સુરંગોથી જોડાયેલું છે અમેરિકાના હુમલાના ભયે ખામેની બંકરમાં છુપાયા

અમેરિકાના હુમલાના ભયથી ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની તેહરાનમાં એક કિલ્લેબંધીવાળા અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાઈ ગયા હોવાનું માનવામાં આવે છે.

સર્વોચ્ચ નેતાના ત્રીજા પુત્ર મસૂદૃ ખામેનીએ તેમના પિતાની ઓફિસની દૃૈનિક કામગીરી સંભાળી લીધી હતી

અમેરિકાના યુદ્ધજહાજો આગળ વધી રહૃાાં હોવાના અહેવાલ વચ્ચે ઇરાનના વરિષ્ઠ લશ્કરી અને સુરક્ષા અધિકારીઓએ અમેરિકાના હુમલાનું જોખમ દૃર્શાવ્યું હતું, એમ ઈરાન ઈન્ટરનેશનલે બે સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું. રીપોર્ટમાં જણાવ્યા મુજબ આ બંકર વિવિધ સુરંગોથી જોડાયેલું છે અને યુદ્ધની સ્થિતિમાં તેમાં અભેદૃ સુરક્ષા વ્યવસ્થા છે. સર્વોચ્ચ નેતાના ત્રીજા પુત્ર મસૂદૃ ખામેનીએ તેમના પિતાની ઓફિસની દૃૈનિક કામગીરી સંભાળી લીધી હતી.અમેરિકન નૌકાદૃળનું યુદ્ધજહાજ આર્મડા મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહૃાું છે તેવી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી પછી તેહરાન અને વોિંશગ્ટન વચ્ચે તણાવમાં ફરી તીવ્ર વધારો થયો હતો. પોતાના વિમાન એરફોર્સ વન પર બોલતા ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા આ વિસ્તારની નજીક યુદ્ધજહાજો તૈનાત કરી રહૃાું છે, કારણ કે જો જરૂર પડે તો તેઓ ઇરાન વિરુદ્ધ કાર્યવાહીનો નિર્ણય કરી શકે. નામ જાહેર ન કરવાની શરતે અમેરિકાના નૌકાદૃળના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ િંલકન અને અનેક ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર જહાજો હાલમાં િંહદૃ મહાસાગરમાં તૈનાત છે અને આગામી દિૃવસોમાં મધ્ય પૂર્વમાં કૂચ કરશે. અમેરિકા અને ઇઝરાયેલના એરબેઝની સુરક્ષા માટે વધારાની એર ડિફેન્સ સિસ્ટમ પણ આ વિસ્તારોમાં ખસેડવામાં આવશે. બ્રિટનને જણાવ્યું હતું કે કતારની વિનંતીને પગલે તે આરએએફ યુરોફાયટર ટાઈફૂન જેટ કતારમાં મોકલશે. અમેરિકા સાથે તણાવપૂર્ણ સંબંધો વચ્ચે યુએન માનવાધિકાર કાઉન્સિલમાં એક ઠરાવનો વિરોધ કરવા બદૃલ ભારત ખાતેના ઇરાનના રાજદૃૂત મોહમ્મદૃ ફતાલીએ ભારતનો આભાર માન્યો હતો. એક દૃુર્લભ જાહેર નોંધમાં તેમણે ભારતના મતદૃાનને સૈદ્ધાંતિક અને મક્કમ વલણ ગણાવ્યું હતું. યુએન હૃાુમન રાઇટ્સ કાઉન્સિલમાં રજૂ કરાયેલા ઠરાવમાં ઈરાનના માનવ અધિકાર રેકોર્ડની વધુ તપાસ કરવાની માગણી કરાઈ હતી.