અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની લશ્કરી અને વ્યાપારી બંને તાકાતોનો ઉપયોગ કરી દુનિયાના દેશોને દબાણમાં લાવી રહ્યા છે તે વચ્ચે હવે સાઉથ કોરિયા પરથી આયાત થતા ઓટો તથા ફાર્મા ઉત્પાદનો પર વધારે 25 ટકા ટેરિફ લાદયા છે. ટ્રમ્પે જણાવ્યું કે સાઉથ કોરિયા અમેરિકા સાથે વ્યાપાર કરાર કરવામાં નિષ્ફળ જતા હવે તેના પર અમારા નવા ટેરિફ અમલી બનશે. સાઉથ કોરિયાએ આ ઉપરાંત યુરોપના દેશો સાથે પણ વ્યાપાર કરાર કરવાની તૈયારી બતાવતા ટ્રમ્પ વધુ ગુસ્સે થયા છે. અમેરિકી કંપનીઓ સાઉથ કોરિયામાંથી 150 બિલિયન ડોલરની આયાત કરે છે અને ટ્રમ્પે હવે તેને પણ મોંઘી કરવા તૈયારી કરી છે તો બીજી તરફ કેનેડા સાથે પણ અમેરિકાનો તનાવ વધ્યો છે.
ઓટાવામાં અમેરિકી રાજદૂતે કેનેડાને ચેતવણી આપતા કહ્યું કે જો તે એફ-35 લડાયક વિમાન ખરીદવા અમેરિકા સાથે કરાર નહી કરે તો અમે અમેરિકા તેના ફાઈટર જેટ કેનેડા મોકલશે અને કેનેડા સાથેની નોર્થ અમેરિકન એર સ્પેસ ડિફેન્સ કમાન્ડમાં પણ બદલાવ લાવી શકે છે જે મુજબ અમેરિકા અને કેનેડા તેના એરસ્પેસનો ઉપયોગ કરે છે તે સંબંધી વિવાદ સર્જાઈ શકે છે.