એન્ટોનિયો ગુટેરેસે ટ્રમ્પ પર સીધુ નિશાન સાધ્યુ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ગુરુવારે અમેરિકા અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર સીધું નિશાન સાધ્યું છે. ગુટેરેસે સ્પષ્ટતા કરતા કહૃાું કે, કોઈ એક દૃેશના હુકમ ચલાવવાથી દૃુનિયા નથી ચાલતી અને તેના કારણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં. ગુટેરેસે આ દૃરમિયાન ચીનની પણ આડકતરી રીતે ઝાટકણી કાઢી હતી. ેંદ્ગ ચીફે બહુધ્રુવીયતાની જરૂરિયાત પર ભાર આપતા તાજેતરમાં થયેલી ભારત-ઈેં ડીલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ગુટેરેસ તેમના કાર્યકાળના ૧૦મા અને અંતિમ વર્ષની શરૂઆતના પ્રસંગે પત્રકારો સાથે વાત કરી રહૃાા હતા. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદૃ આ વર્ષના અંતમાં તેમના ઉત્તરાધિકારીની પસંદૃગી કરશે. પોતાના કાર્યકાળમાં અનેક યુદ્ધોની શરૂઆત જોનારા ગુટેરેસે બદૃલાતા વૈશ્ર્વિક પરિદ્રશ્ય અંગે પણ િંચતા વ્યક્ત કરી હતી. તેમણે કહૃાું કે, “વૈશ્ર્વિક સમસ્યાઓ કોઈ એક શક્તિના હુકમથી ઉકેલી શકાતી નથી. બે શક્તિઓ દ્વારા વિશ્ર્વને બે ભાગમાં વહેંચવાથી કશું પ્રાપ્ત નહીં થાય.” અહીં તેમનો ઈશારો અમેરિકા અને ચીન તરફ હતો.ગુટેરેસે વધુમાં જણાવ્યું કે, “એવો વિચાર પ્રવર્તે છે કે બે ધ્રુવો છે – એક અમેરિકા કેન્દ્રિત અને બીજો ચીન કેન્દ્રિત. જો કે, જો આપણે એક સ્થિર અને શાંતિપૂર્ણ વિશ્ર્વ ઈચ્છીએ છીએ, જેમાં સમાનતા અને વિકાસ હોય, તો આપણે બહુધ્રુવીયતાનું સમર્થન કરવું ખૂબ જ જરૂરી છે. હું હાલના વેપાર કરારોને ખૂબ જ હકારાત્મક આશા સાથે જોઈ રહૃાો છું, જે રીતે ભારત અને યુરોપિયન યુનિયન (ઈેં) વચ્ચે તાજેતરમાં સમજૂતી થઈ છે.
