Jai Hind

પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ૧૦ વર્ષની જેલની સજા કરી

ઢાકાની સ્પ્ોશિયલ કોર્ટના બ્ો કેસમાં ચુકાદૃા

શેખ હસીનાના પરિવારના સભ્યોન્ો પણ દૃોષિત ઠેરવી જેલની સજા ફટકારી

બાંગ્લાદૃેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટ-૪ દ્વારા સોમવારે ભ્રષ્ટાચારના બે મહત્વના કેસોમાં ચુકાદૃો આપતા શેખ હસીનાને કુલ ૧૦ વર્ષની જેલની સજા ફટકારી છે. જજ રબીઉલ આલમે આ કેસમાં પૂર્વ વડાપ્રધાન ઉપરાંત તેમના પરિવારના સભ્યોને પણ દૃોષિત ઠેરવી જેલની સજા સંભળાવી છે.
આ સમગ્ર વિવાદૃ રાજધાની ઢાકા નજીક ’પૂરબાચોલ’ વિસ્તારમાં આવેલી ’રાજુક ન્યૂ ટાઉન’ આવાસ યોજના સાથે જોડાયેલો છે. શેખ હસીના પર આરોપ છે કે તેમણે પોતાના કાર્યકાળ દૃરમિયાન પદૃનો દૃુરુપયોગ કરીને જમીન ફાળવણીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. બે અલગ-અલગ કેસોમાં ગેરકાયદૃેસર રીતે ૧૦-કાઠાના પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અદૃાલતે બંને કેસમાં હસીનાને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.
કોર્ટે માત્ર શેખ હસીના જ નહીં, પરંતુ તેમના નજીકના સંબંધીઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. તુલિપ સિદ્દીકી: ૪ વર્ષની જેલની સજા. રદૃવાન મુજીબ સિદ્દીકી અને અજમીના સિદ્દીકી: પ્રત્યેકને ૭-૭ વર્ષની સજા. મોહંમદૃ ખુરશીદૃ આલમ (રાજુક સભ્ય): ૨ વર્ષની સજા.
આ ઉપરાંત, તમામ દૃોષિતો પર એક લાખ ટાકાનો દૃંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો તેઓ દૃંડ ભરવામાં નિષ્ફળ રહેશે, તો તેમને વધારાની છ મહિનાની જેલ ભોગવવી પડશે. બાંગ્લાદૃેશના રાજકીય વર્તુળોમાં આ ચુકાદૃાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે દૃેશના ટોચના નેતૃત્વ સામે ભ્રષ્ટાચાર વિરોધી કડક કાર્યવાહીનો સંકેત આપે છે.