અમારી પાસેથી ઓઇલ નહીં ખરીદૃે તેવું ભારતે કોઈ નિવેદૃન નથી આપ્યું : રશિયા

ક્રેમલિનના પ્રવક્તા દિૃમિત્રી પેસ્કોવે કહૃાું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી ઓઇલ ખરીદૃવાનું બંધ કરી દૃેશે

મહિનાઓ સુધી વાટાઘાટો બાદૃ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ છે. અમેરિકાએ ભારત પરનો ટૅરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. ટ્રેડ ડીલની જાહેરાત સમયે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દૃાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી છે કે તે હવે રશિયા પાસેથી ઓઇલ નહીં ખરીદૃે. આ મામલે હવે રશિયાએ મોટું નિવેદૃન આપ્યું છે.
મંગળવારે રશિયાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલય ક્રેમલિન દ્વારા ઓઇલ મુદ્દે મોટું નિવેદૃન આપવામાં આવ્યું. ક્રેમલિનના પ્રવક્તા દિૃમિત્રી પેસ્કોવે કહૃાું છે કે, ભારતે હજુ સુધી અમને એવી કોઈ સત્તાવાર જાણકારી નથી કે હવે તેઓ રશિયાથી ઓઇલ ખરીદૃવાનું બંધ કરી દૃેશે.
ગઇકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિફોનિક વાતચીત કરી. જે બાદૃ બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર ટ્રેડ ડીલ અંગે જાહેરાત કરી. જોકે આ જાહેરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પે ૨ એવી જાહેરાત કરી છે જેને લઈને િંચતા વધી હતી. આ મામલે ભારત સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી. અમેરિકાએ ભારત પરનો ટૅરિફ ઘટાડીને ૧૮ ટકા કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો દૃાવો છે કે ભારત હવે રશિયાથી ઓઇલ ખરીદૃવાનું બંધ કરી દૃેશે. જેથી યુક્રેન યુદ્ધ રોકવામાં મદૃદૃ મળશે. આ સિવાય તેમણે બીજો એક દૃાવો એવો પણ કર્યો કે ભારતમાં અમેરિકાની પ્રોડક્ટ્સ પર ટૅરિફમાં ધરખમ ઘટાડો કરાશે. એનર્જી, ટેકનિક, કૃષિ સહિતના સેક્ટરમાં અમેરિકાની વસ્તુઓ માટે ભારતના માર્કેટના દૃરવાજા ખોલવામાં આવશે. ટ્રમ્પનો દૃાવો છે કે અમેરિકાની ૫૦૦ અબજ ડૉલરની વસ્તુઓ ભારતમાં વેચાશે.

રિલેટેડ ન્યૂઝ