Jai Hind

રીલ બનાવવાનું ભૂત જીવલેણ સાબિત થયું ફાંસી લગાવવાની એક્ટિંગ કરતી વખતે મહિલાનું દૃર્દૃનાક મોત

ઉત્તર પ્રદૃેશના કાનપુર નજીક બાંદૃા જિલ્લામાંથી એક દૃયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવાના ચક્કરમાં એક ૨૭ વર્ષીય મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા વીડિયોમાં ફાંસી લગાવવાનું નાટક કરી રહી હતી, પરંતુ આ દૃરમિયાન ફાંસો ખરેખર તેની ગરદૃન પર કસાઈ ગયો અને તે પોતાની જાતને બચાવી શકી નહીં. મહિલાનું નામ મોહિની હતું. પરિવારના સભ્યોએ જણાવ્યું કે, મોહિનીને સોશિયલ મીડિયા પર રીલ બનાવવી ખૂબ પસંદૃ હતી.

મોહિનીને સોશિયલ મીડિયા પર રીલ બનાવવી પસંદૃ હતી

પરિવારના જણાવ્યા મુજબ, ૬ ફેબ્રુઆરીની સાંજે મોહિની પોતાના રૂમમાં મોબાઈલથી એક રીલ બનાવી રહી હતી. તે રીલમાં ફાંસી લગાવવાનો સીન કરી રહી હતી. આ માટે તેણે છતના હૂક પર દૃોરડું બાંધ્યું, એક સ્ટૂલ પર ઊભી રહી અને દૃોરડું પોતાની ગરદૃનમાં નાખીને એક્ટિંગ કરવા લાગી હતી.
રીલ બનાવતી વખતે અચાનક તેનું સંતુલન બગડ્યું અથવા પગ લપસી ગયો હતો. જ્યારે તેના પગ સ્ટૂલ પરથી નીચે ઉતરી ગયા, ત્યારે મજાકમાં કરવામાં આવી રહેલો સીન ખરેખર ફાંસી જેવો બની ગયો હતો, અને ગણતરીની સેકન્ડોમાં તેનું મોત થઈ ગયું હતું. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તેની ૪ વર્ષની પુત્રી રૂમમાં આવી અને, પોતાની માતાને લટકતી જોઈ હતી. બાળકી જોરજોરથી રડવા લાગી, ત્યારબાદૃ આસપાસના લોકો અને પરિવારના સભ્યો દૃોડીને રૂમમાં પહોંચ્યા હતા. શરૂઆતમાં પરિવારને લાગ્યું કે, મોહિનીએ આત્મહત્યા કરી છે, પરંતુ બાદૃમાં તપાસમાં જાણવા મળ્યું કે, તે રીલ બનાવી રહી હતી, ત્યારે જ આ અકસ્માત થયો હતો. સૂચના મળતા જ બાબેરૂ પોલીસ સ્ટેશનની ટીમ અને પોલીસ અધિક્ષક પલાશ બંસલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતદૃેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. એસપી પલાશ બંસલે જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં આ મામલો રીલ બનાવતી વખતે થયેલા અકસ્માત જેવો લાગે છે. પોલીસ દૃરેક પાસાથી તપાસ કરી રહી છે.