Jai Hind

ડોનાલ્ડ ટ્રમ્પનો નવો દૃાવો ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ૧૦ વિમાનો તોડી પાડ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દૃાવો કર્યો છે કે તેમણે ગયા મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યું હતું. તેમણે કહૃાું હતું કે બંને દૃેશો પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહૃાા હતા. ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં, અમેરિકાના રાષ્ટ્રપતિએ ફરી એકવાર દૃાવો કર્યો છે કે તેમણે ટેરિફની ધમકીનો ઉપયોગ કરીને સંભવિત પરમાણુ યુદ્ધ ટાળ્યું હતું.
તેમણે એક નવો દૃાવો કર્યો છે કે બંને દૃેશો વચ્ચેના યુદ્ધમાં ૧૦ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિએ દૃાવો કર્યો છે કે તેમણે તેમના બીજા કાર્યકાળ દૃરમિયાન આઠ યુદ્ધો રોક્યા હતા, જેમાંથી ઓછામાં ઓછા ૬ ટેરિફના વ્યૂહાત્મક ઉપયોગ દ્વારા ઉકેલાયા હતા. ટ્રમ્પે વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો અટકાવવાનો શ્રેય પોતાને આપ્યો છે.
જોકે, ભારતે યુદ્ધ રોકવામાં કોઈપણ ત્રીજા પક્ષની ભૂમિકાનો ઇનકાર કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું કે, મેં આઠ યુદ્ધો ઉકેલ્યા છે. તેમાંથી ઓછામાં ઓછા ૬ ટેરિફને કારણે ઉકેલાયા હતા. બીજા શબ્દૃોમાં કહીએ તો, મેં કહૃાું કે, જો તમે આ યુદ્ધનો ઉકેલ નહીં લાવો, તો હું તમારા પર ટેરિફ લગાવીશ કારણ કે હું નથી ઇચ્છતો કે લોકો મરે. ટ્રમ્પે મે ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી મુકાબલાનો ઉલ્લેખ કર્યો અને દૃાવો કર્યો કે બંને પડોશીઓ એક મોટા સંઘર્ષની આરે હતા જે પરમાણુ યુદ્ધમાં પરિણમી શકે છે. ટ્રમ્પે કહૃાું કે, મારા મતે, તે પરમાણુ યુદ્ધ હોત. તેઓ ખરેખર તેના માટે તૈયાર હતા. દૃસ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના વડા પ્રધાને મને કહૃાું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓછામાં ઓછા ૧ કરોડ લોકોના જીવ બચાવ્યા હતા.