ગત વર્ષે ટ્રમ્પ સરકારે 21 સપ્ટેમ્બરે એચ-વન બી વિઝાની ફી 1 લાખ ડોલર (લગભગ 88 લાખ રૂપિયા) કરીને ઝટકો આપ્યો હતો. હવે ટ્રમ્પ સરકારની વધુ એક ઝટકો આપવાની તૈયારી છે, જે મુજબ એચ-વન બી વીઝા બંધ કરી દેવાની હિલચાલ થઈ રહી છે. એક રિપબ્લીકન પ્રતિનિધિ ગ્રેગ સ્ટયુબીએ અમેરિકામાં એચ-વન બી વિઝા ખતમ કરવા માટે એક નવું વિધેયક સોમવારે રજુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે એચ-વન બી વિઝા અમેરિકી કામદારો કરતા વિદેશીઓને વધુ પ્રાથમીકતા આપે છે. આથી સ્થાનિક લોકોને નુકશાન થાય છે.
આ પ્રસ્તાવિત કાયદાનુ નામ છે. એન્ડીંગ એકસ્પ્લોઈટેટીવ ઈમ્પોર્ટેડ લેબર એઝેમ્પ્શંસ એકટ, જેને સંક્ષેપમાં ‘એકઝાઈલ એક કહેવામાં આવે છે.
ભારતીય પ્રોફેશ્નલ્સ પર પડશે સીધી અસર: એચ-વન બી વિઝાનો સૌથી વધુ ઉપયોગ ભારતીય પ્રોફેશ્નલ્સ અમેરિકામાં કામ અને રહેવા માટે કરે છે. અધિકૃત દાવા અનુસાર એચ-વન બી વિઝા મેળવનારાઓમાં 70 ટકાથી વધુ ભારતીય છે. આ બિલની સીધી અસર ભારતીય આઈટી અને ટેક પ્રોફેશ્નલ્સ પર પડી શકે છે.