Jai Hind

એઆઈ રેન્કીંગમાં ભારતની મોટી છલાંગ દુનિયાનો ત્રીજો સૌથી મજબૂત દેશ બન્યો

ભારત હવે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના ક્ષેત્રમાં દુનિયાનો ત્રીજો સૌથી મજબુત દેશ બન્યો છે.
હાલમાં જ જાહેર સ્ટેનફોર્ડ યુનિવર્સીટીનાં ‘ઈન્સ્ટીટયુટ ફોર હ્યુમન સેન્ટર્ડ એઆઈ’ના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માત્ર એક વર્ષમાં સાતમાં સ્થાનેથી લાંબી છલાંગ લગાવીને ત્રીજા સ્થાને આવ્યું છે. ભારતે બ્રિટન, જાપાન, જર્મની, સિંગાપોર અને દક્ષિણ કોરીયાને પાછઈ રાખીને દક્ષિણ કોરીયા જેવા વિકસીત દેશોને પછાડીને ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે. રિપોર્ટ મુજબ ભારતમાં એઆઈ સ્કીલ દુનિયામાં સૌથી વધુ છે. ભારતમાં એઆઈ શીખવા-અપનાવવાનો દર વૈશ્ર્વિક સરેરાશથી 2.3 થી 3 ગણો વધુ છે. સાથે સાથે ગિટહબ પર એઆઈ પ્રોજેકટમાં યોગદાન આપવામાં ભારતીય ડેવલપર્સ દુનિયામાં બીજા નંબરે છે.ભારતની છલાંગનું કારણ સરકાર દ્વારા 10 હજારથી વધુ જીપીયુ અને ડેટાબેઝ ઉપલબ્ધ કરાવવાનું છે. રેન્કીંગમાં પહેલા સ્થાને અમેરીકા 78.60 સ્કોર સાથે પ્રથમ, ચીન 36.95 સ્કોર સાથે બીજા અને ભારત 21.59 સ્કોર સાથે ત્રીજા ક્રમે છે.