Jai Hind

મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો આજે મુંબઇમાં મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિની સાથે મુંબઇમાં શિખર મંત્રણા યોજશે. કાલે રાષ્ટ્રપતિ ઇમેનુઅલ્લ મેક્રો વચ્ચે મુંબઇમાં યોજાનારી શિખર મંત્રણામાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના તેમજ એકંદરે યુરોપ સાથેના સંબંધોને નવી દિશા મળી શકે છે. હાલમાં જ ભારતે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ વિમાનો ખરીદવા નિર્ણય લીધો છે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ એઆઇ સમિટમાં પણ ભાગ લઇ રહ્યા છે. તે સંદર્ભમાં પણ આ મુલાકાત મહત્વની બની રહેશે. બીજી તરફ બંને રાષ્ટ્ર વડાઓની મુલાકાતને ધ્યાનમાં રાખીને મુંબઇમાં સુરક્ષા બંદોબસ્ત વધારી દેવાયો છે.