વડાપ્રધાન મોદૃી અન્ો ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોન્ો બંન્ો દૃેશોના વિકાસન્ો ગતિ આપતા નિર્ણયોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સન્ો સંબોધતા જાહેરાત કરી
ભારતની ચાર દિૃવસની મુલાકાત્ો આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇંમેન્યુએલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી વચ્ચે મુંબઇમાં લોકભવન ખાત્ો યોજાયેલી હાઇ લેવલ બ્ોઠકમાં બંન્ો દૃેશો વચ્ચે સંરક્ષણ, ટેકનોલોજી સહિતના ક્ષેત્રે સહયોગ વધારવા ઐતિહાસિક સમજૂતિ કરાર થયા હતા બંન્ો રાષ્ટ્રના ન્ોતાઓ સંયુકત પ્રેસ નિવેદૃન કર્યું હતું.
ભારતના ચાર દિૃવસના પ્રવાસે આવેલા ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી વચ્ચે આજે મુંબઈના લોકભવનમાં ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. ત્યારબાદૃ બંનેએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દૃરમિયાન બંને નેતાઓએ બંને દૃેશોને ગતિ આપતા નિર્ણયોની જાહેરાત કરી છે.રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથેની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાને કહૃાું કે, ‘ફ્રાન્સ ભારતનું સૌથી જૂનું વ્યૂહાત્મક ભાગીદૃારોમાંથી એક છે. આજે અમે બંને દૃેશોના સંબંધોને એક વિશેષ, વૈશ્ર્વિક અને વ્યૂહાત્મક ભાગીદૃારી તરીકે સ્થાપિત કરી રહૃાા છીએ. આનાથી વૈશ્ર્વિક સ્થિરતા અને પ્રગતિની ભાગીદૃારીમાં વધારો થશે. અમે મેક્રોન સાથે મળીને ભારત-ફ્રાન્સની વ્યૂહાત્મક ભાગીદૃારીને અભૂતપૂર્વ ઊર્જા આપી છે.
વડાપ્રધાન મોદૃીએ ૐ-૧૨૫ હેલિકોપ્ટરની ડીલ અંગે કહૃાું કે, ‘અમે ગર્વ છે કે, ભારત અને ફ્રાન્સ મળીને માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ સુધી ઊડતું વિશ્ર્વ પહેલું હેલિકોપ્ટર બનાવશે અને પછી તેને વિશ્ર્વભરમાં આયાત કરીશું. બંને દૃેશો વચ્ચે કોઈપણ સરહદૃ નથી. અમે થોડા દિૃવસો પહેલા યુરોપીય સંઘ (ઈેં) સાથે મુક્ત વેપાર કરાર કર્યા, ત્યારે આ કરાર ભારત-ફ્રાન્સના સંબંધોમાં અભૂતપૂર્વ ગતિ લાવશે.
તેમણે વધુમાં કહૃાું કે, ‘ઈનોવેસન આઈસોલેશનથી નહીં, પરંતુ કોલેબોરેશનથી આવે છે. અમે દૃરેક ક્ષેત્રમાં સ્વદૃેશી ઉદ્યોગો અને નવીનતાને પ્રોત્સાહન આપીશું. બંને દૃેશોના વિદ્યાર્થીઓ અને સંશોધકો વચ્ચેના વિનિમયની પ્રક્રિયા વધુ સરળ બનાવીશું. આજે વિશ્ર્વ અનિશ્ર્ચિતતાના સમયમાંથી પસાર થઈ રહી છે, ત્યારે અમે આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ (ૈંસ્ઈઝ્ર) દ્વારા સમૃદ્ધિમાં વધારો કરતા રહીશું.પ્રેસ કોન્ફરન્સ દૃરમિયાન વડાપ્રધાન મોદૃીએ આતંકવાદૃ અને વિશ્ર્વના જુદૃા જુદૃા ભાગોમાં ચાલી રહેલા યુદ્ધની સંભાવના તરફ ઈશારો કર્યો છે. તેમણે કહૃાું કે, ‘યુક્રેન, પશ્ર્ચિમ એશિયા તેમજ ઇન્ડો-પેસિફિક સહિત તમામ ક્ષેત્રમાં શાંતિના પ્રયાસોનું સમર્થન કરતા રહીશું. આતંકવાદૃના તમામ રૂપને જળથી ઉખેડી ફેંકવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે ટૂંક સમયમાં ફ્રાન્સમાં સ્વામી વિવેકાનંદૃ કલ્ચર શરૂ કરવાની તૈયારી કરી દૃીધી છે. આજે અમે મળીને નવા અધ્યાયનો શુભારંભ કરી રહૃાા છીએ.
પીએમ મોદૃીએ એમ પણ કહૃાું કે, ‘આપણે હેલ્થમાં છૈં માટે ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર, ડિજિટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે ઈન્ડો-ફ્રેન્ચ સેન્ટર અને એરોનોટિક્સમાં કૌશલ્ય વર્ધન માટે નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ લોન્ચ કરીશું. વડાપ્રધાને આ પ્રોજેક્ટ્સને ભવિષ્યના નિર્માણ માટેના પ્લેટફોર્મ ગણાવ્યા હતા. વધુમાં તેમણે ઉમેર્યું કે આજે જ્યારે વિશ્ર્વ અનિશ્ર્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહૃાું છે, ત્યારે ભારત-ફ્રાન્સની આ ભાગીદૃારી વૈશ્ર્વિક સ્થિરતા માટે એક મજબૂત તાકાત તરીકે ઉભરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ ‘પ્રિય મિત્ર’ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું ટ્વિટ કરી સ્વાગત કર્યું
ન્યુ દિલ્હી : ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે મુંબઈ પહોંચ્યા, તેમની ત્રણ દિવસની ભારતની સત્તાવાર મુલાકાત શરૂ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની મજબૂતાઈ અને ભાવિ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.
ડ ને સંબોધતા, પીએમ મોદીએ લખ્યું, “ભારતમાં આપનું સ્વાગત છે! ભારત તમારી મુલાકાત અને આપણા દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓ પર આગળ વધારવા માટે આતુર છે. મને વિશ્ર્વાસ છે કે આપણી ચર્ચાઓ વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવશે અને વૈશ્ર્વિક પ્રગતિમાં ફાળો આપશે. મારા પ્રિય મિત્ર, મુંબઈ અને પછી દિલ્હીમાં મળીશું.
ભારત રવાના થતા પહેલા, રાષ્ટ્રપતિ મેક્રોને ડ પર પોસ્ટ કરી હતી કે મુંબઈથી નવી દિલ્હીની તેમની ત્રણ દિવસીય મુલાકાતનો ઉદ્દેશ્ય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાનો છે. તેમણે નોંધ્યું હતું કે બંને દેશો વચ્ચે મૂર્ત સહયોગને મજબૂત બનાવવા માટે વ્યાપારી નેતાઓ અને આર્થિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક અને ડિજિટલ ક્ષેત્રોના મુખ્ય હિસ્સેદારો તેમની સાથે છે.