હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી ચોકીની દૃીવાલ સાથે અથડાવી દૃીધી હતી જેના કારણે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ
ખૈબર પખ્તુનખ્વાના બાજોર જિલ્લામાં આતંકવાદૃીઓએ સુરક્ષા દૃળોની એક સંયુક્ત ચોકીને નિશાન બનાવી હતી. હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી એક ગાડી ચોકીની દૃીવાલ સાથે અથડાવી દૃીધી હતી.
જેના કારણે આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને ૧૧ સુરક્ષાકર્મીઓના કરુણ મોત નીપજ્યા હતા.
આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, નજીકના રહેણાંક મકાનોને પણ ભારે નુકસાન થયું હતું. આ દૃુર્ઘટનામાં એક માસૂમ બાળકીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અનેક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.પાકિસ્તાની ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ ) એ જણાવ્યું હતું કે, ૧૬ ફેબ્રુઆરીના રોજ બાજોર જિલ્લામાં સેના અને કાયદૃા અમલીકરણ એજન્સીઓની સંયુક્ત ચેકપોસ્ટ પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન સાથે જોડાયેલા આતંકવાદૃીઓએ આ કાયરતાપૂર્ણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
સેનાના નિવેદૃન અનુસાર, સુરક્ષા દૃળોની જવાબી કાર્યવાહી અને ભાગતા હુમલાખોરો પર કરવામાં આવેલા સચોટ પ્રહારમાં ૧૨ આતંકવાદૃીઓ માર્યા ગયા હતા. પોતાની હાર જોઈને હતાશામાં હુમલાખોરોએ વિસ્ફોટકોથી ભરેલી ગાડી દૃીવાલ સાથે અથડાવી દૃીધી હતી. ધડાકાની તીવ્રતાને કારણે ચેકપોસ્ટની ઇમારત પડી ગઈ હતી, જેમાં ૧૧ જવાનો દૃટાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.