Jai Hind

અમેરિકામાં આઇસ હોકી મેચમાં ફાયિંરગમાં ૩ના મોત

હુમલાની આશંકા:કૌટુંબિક વિવાદૃમાં ટાર્ગ્ોટેડ ફાયિંરગ

આખો દૃેશ સ્તબ્ધ:પોલીસ સાક્ષીઓના નિવેદૃનો અન્ો સીસીટીવી ફૂટેજ તપાસ્ો છે

અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની લોહિયાળ ઘટના સામે આવી છે, જેનાથી આખો દૃેશ સ્તબ્ધ છે. આ વખતે રોડ આઇલેન્ડમાં યોજાયેલી એક યુવા આઇસ હોકી મેચ દૃરમિયાન અંધાધૂંધ ફાયિંરગ થયું, જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના બાદૃ હુમલાખોરે પણ પોતાની જાતને ગોળી મારી ને આપઘાત કરી લીધો હતો. ન્યૂઝ એજન્સી એપીના જણાવ્યા અનુસાર, પોટકેટ પોલીસ વડા ટીના ગોન્કાલ્વેસે મીડિયાને માહિતી આપી હતી કે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે શૂટરનું મૃત્યુ ખુદૃને મારેલી ગોળીથી થયું છે. જોકે આ અથડામણમાં પોલીસ તરફથી કોઈ ગોળીબાર થયો નહોતો, તેમ છતાં અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહૃાા છે.આ ‘ટાર્ગેટેડ હુમલામાં બે પુખ્ત વયના લોકોના મોત થયા છે અને ત્રણ ગંભીર ઘાયલ છે, જ્યારે શૂટરે પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળ કૌટુંબિક વિવાદૃ હોવાની આશંકા છે. હાલ પોલીસ પ્રોવિડન્સના ‘ડેનિસ એમ. લિન્ચ એરેના ખાતે સાક્ષીઓના નિવેદૃનો અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી આ આખી ઘટનાની કડીઓ જોડી શકાય.
વાઇરલ વીડિયોમાં ગોળીબારના અવાજ વચ્ચે ખેલાડીઓ અને પ્રેક્ષકો જીવ બચાવવા ભાગતા દૃેખાય છે. મેદૃાનની બહાર હાઈસ્કૂલના ખેલાડીઓ એકબીજાને ભેટીને રડતા હોય તેવા દૃયદ્રાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. આ ઘટના બાદૃ પોલીસે આસપાસના રસ્તાઓ બંધ કરી હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું હતું.